Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વર્લ્ડ પીસ એમ્બેસેડર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું ઇન્ટરનેશનલ હિથ્રો એરપોર્ટના વરિષ્ઠ અધિકારીઓએ કર્યું જાજરમાન સ્વાગત...

બ્રિટનના હાર્ટ સમા પાટનગર – લંડનના વર્લ્ડ બિઝીએસ્ટ ઇન્ટરનેશનલ હિથ્રો એરપોર્ટ માટે એમ કહેવાય છે કે દર મીનીટે અહીં ફ્લાઈટ ટેકઓફ અને લેન્ડીંગ કરે છે. આવા વિશ્વના સૌથી વ્યસ્ત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વૈશ્વિક આધ્યાત્મિક લીડર,  એવા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન - શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હિથ્રોના વરિષ્ઠ અધિકારીઓએ ઉમળકાભેર જાજરમાન સ્વાગત કર્યું હતું.  ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ એસોસિએશન (IPRA) દ્વારા “વર્લ્ડ પીસ એમ્બેસેડર” પદવીથી સન્માનિત થયા બાદ પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ પ્રથમવાર યુનાઇટેડ કિંગડમની રાજધાની લંડન પધારતાં હોઈ હિથ્રો ઇન્ટરનેશનલ એરપોર્ટના વરિષ્ઠ અધિકારીશ્રીઓ રેવ. હોવી એડન, હિથ્રોના  ચેપ્લેન્સી, પંડિત રમેશ કે. શર્મા સહિતના મહાનુભાવોએ હિથ્રો એરપોર્ટ વતી “વર્લ્ડ પીસ એમ્બેસેડર” શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજનું હૈયાના હેતથી સ્વાગત કર્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ વિશ્વભરમાં આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોના જતન માટે તથા યુકેમાં શાંતિ, એકતા અને ધૈર્ય – સહિષ્ણુતાનો સંદેશો પ્રસરાવવા માટે ભગીરથ કાર્યો કરે છે. તેઓશ્રીએ ઇંગ્લેન્ડની રાજધાની લંડનના કિંગ્સબરીમાં વિશ્વના એકમાત્ર “ઇકો ફ્રેન્ડલી” શ્રી સ્વામિનારાયણ મંદિરનું સર્જન કર્યું છે. જેનો આ પાવનકારી વિચરણ દરમ્યાન પાંચમો પ્રતિષ્ઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર-પશ્ચિમ લંડનના મંદિરોમાંથી આ એક એવું મંદિર છે કે જેમાં સામાજિક સેવાઓ પણ પુરી પાડવામાં આવે છે. જેના પ્રેરણામૂર્તિ છે વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ.

આ અનન્ય સ્વાગત સમાંરભ દરમ્યાન વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઈપ બેન્ડના નવયુવાનોએ Terminal 2 / The Queen’s Terminal Heeathrow પાસે કર્ણપ્રિય સંગીતના સૂરો છેડ્યા હતા. જેને નિહાળવા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતા. આ એક ઐતિહાસિક અને અવિસ્મરણીય પ્રસંગ હતો.

(12:26 pm IST)
  • ભારતે ચીનના 10 દરિયાઇ જહાજોને શરણ આપી છે, ચીની જહાજ ચક્રવાત વાયુમાં ફસાઇ ગયા હતા, આ જહાજને મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર શરણ આપવામાં આવી છે. ભારતના તટરક્ષક મહાનિરિક્ષક કે આર સુરેશે જણાવ્યું કે ભારતીય તટરક્ષક દળે ચીનના 10 જહાજોને સુરક્ષાઘેરામાં રહેવાની અનુમતી આપી દીધી છે. access_time 12:45 am IST

  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST

  • ખંભાળિયા - પોરબંદર રોડ પર રેલવે પાટા નજીક મૃતદેહ મળ્યો:પોલીસ ઘટના સ્થળે પહોંચી :મૃતદેહને પીએમ માટે લઇ જવાયો : જુના ડેડબોડી હોવાની શંકા access_time 10:37 pm IST