Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ભારતમાં ભાજપના ભવ્ય વિજયથી અમેરિકાના ડલાસમાં વસતા સમર્થકો ખુશખુશાલ : OFBJP યુ.એસ.એ.ના ઉપક્રમે ઉજવણી કરાઈ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જીવનકાળની ડોક્યુમેન્ટરી દર્શાવાઈ

OVERSEAS FRIENDS OF B.J.P. USA તરફથી ભા.જ.પ. ચૂટણી ના ભવ્ય વિજય ૨૦૧૯ ની ઉજવણી પ્રસંગે FUN ASIA THEATER રીયાર્ડસન ડલાસ ટેક્સાસ યુ એસ એ મા ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. તા ૧ લી જુલાઈ ને શનિવારે સાંજના ૬-૦૦ વાગ્યા થી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધી માં કાર્યક્રમ યોજેલ હતો. અંદાજે ૨૦૦ જેટલા મહાનુંભાવો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ચા-કોફી કોલ્ડ્રીગ્સ પકોડા,ભજીયા, સાથે એપીટાઈઝર પીરસવામાં આવેલ. ત્યારબાદ સંસ્થા કારોબારી ના સભ્યો સર્વશ્રી સુબોદાસ ગુપ્તા આતમન રાવલ,દીલીપભાઈ શાહ,ઘનશ્યામ કોકડિયા,વિસાન ગોટાવાલા,ડૉ.કીરણ પારેખ, શ્રીપેન્ટા તથા ઉપેન્દ્ર પટેલ વગેરે એ સુંદર પ્રવચન આપેલ.. બાદ માં શ્રી અમિતભાઈ ત્રિવેદી તથા સંજયભાઈ ગોરડીયા દ્વારા રસ્ટ્રીય ગીતો રજુ કરવામાં આવેલ... કાર્યક્રમ દરમ્યાન સંસ્થા તરફથી નાના બાળકો ના ર્નુત્ય તથા બહેનો તરફથી પ્રવચન નો પોગ્રામ હતો. ત્યારબાદ માનનિય પ્રધાનમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીજી નાં જીવનકાળ ની શરુઆત થી લઈને ૨૦૧૯ સુધી દેશ માટે જે યોગદાન આપેલ તેની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી હતી. જેનો પ્રેક્ષકો તરફથી સુંદર આવકાર મલ્યો હતો. નવા મેમ્બર માટે ના ફોર્મ વિતરં કરવામાં આવ્યા હતા. તથા કાર્યક્રમ દરમ્યાન '' ભેટ-દાન ''બોક્ષ મુકવામાં આવેલ જેના થી ભાવિ પોગ્રામ માં મદદ રહે. આ કાર્યક્રમ માં ભાજપના ભગવા રંગની ટોપી અને ખેશ ખાસ આક્રષણ હતું , સમગ્ર પોગ્રામ માં શ્રી મૂકેશભાઈ મિસ્ત્રી દ્વારા લાઈવ વિડિયો શુટીંગ કરવામાં આવ્યુ હતું... અંતમાં ગરમા-ગરમ નાન ,રાઈસ,દાળફ્લાય પંજાબી શાક,રાયતું અને મીઠાઈ માં ગુલાબ જાંબુ નું ડિનર લઈ સૌ છુટા પડયા હતા...

તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(12:10 pm IST)
  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST

  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST