Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ ૩૦ જૂનથી ફરી શરૂ

નવી દિલ્હી, તા.૧૨: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો 'મન કી બાત'રેડિયો કાર્યક્રમ આવતી ૩૦ જૂને ફરી શરૂ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી દરમિયાન આ કાર્યક્રમને અટકાવી દેવામાં આવ્યો હતો, કારણ કે મોદી પણ ચૂંટણીના એક ઉમેદવાર હતા.

તેથી એમનો લોકપ્રિય બનેલો 'મન કી બાત'કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) પરથી ફરી પ્રસારિત કરાશે.

પ્રસાર ભારતી ન્યૂઝ સર્વિસીસ સંસ્થાએ 'મન કી બાત'કાર્યક્રમ માટે લોકો પાસેથી સૂચનો મગાવવાનું શરૂ કરી દીધું છે.

પ્રસાર ભારતીના ટ્વીટમાં જણાવાયું છે કે, પીએમ મોદીનો શ્નમન કી બાતલૃકાર્યક્રમ ફરી આવી રહ્યો છે. શું તમારા વિચાર, માહિતીની 'મન કી બાત'માં રજૂઆત થાય એવું ઈચ્છો છો? તો એને (link: http://mygov.inઁ) પર શેર કરો અથવા ફોન નંબર ૧૮૦૦-૧૧-૭૮૦૦ ડાયલ કરીને જણાવો.

મોદીએ એમનો છેલ્લો રેડિયો કાર્યક્રમ લોકસભાની ચૂંટણી પૂર્વે ગયા ફેબ્રુઆરીમાં કર્યો હતો. ત્યારે એમણે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે એમની પાર્ટી (ભારતીય જનતા પક્ષ) ચૂંટણીમાં વિજયી થશે અને ચૂંટણી પૂરી થયા બાદ રેડિયો કાર્યક્રમ ફરી શરૂ થશે.

'મન કી બાત'કાર્યક્રમ દર મહિનાના આખરી રવિવારે પ્રસારિત કરાતો હોય છે.

(11:51 am IST)
  • વાયુ વાવાઝોડું અપડેટ : મોડી સાંજે પોરબંદરના ચોપાટી પર દરિયામાં આવ્યો જોરદાર કરંટ : જબરા મોજા ઉછળી રહ્યા છે : દરિયાનું પાણી આવી ગયું રસ્તાઓ પર : તંત્રે લોકોને ચોપાટીથી દૂર રહેવા અને તકેદારી રાખવા વિનંતી કરી છે. (સંદીપ બગથરીયા દ્વારા) access_time 10:33 pm IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST

  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST