Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સંઘના મુસ્લિમ મંચ દ્વારા ઇદ-મિલન કાર્યક્રમ

ઇસ્લામના મુળ ઉદેશ્યોને દુનિયા સામે લાવવાનો મુખ્ય હેતુ મુસ્લિમ રાષ્ટ્રીય સંરક્ષક ઇન્દ્રેશ કુમારઃ મુસ્લિમ દેશોના રાજદૂતોઃ ભાજપા સહિત પ્રમુખ રાજકીય દળોના નેતા તેમજ RSSના પ્ર્મુખ નેતાની હાજરી

મુંબઇ : RSSનું અસંગત સંગઠન મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આજે આંતરરાષ્ટ્રીય ઇદ મિલન સમારોહનું આયોજન કરવા જઇ રહ્યું છે. સંસદના એનેકસી હોલમાં આયોજીત કરાયેલા આ કાર્યક્રમમાં મુસ્લિમ દેશોના રાજદૂતો સહિત દેશના પ્રમુખ રાજકીય દળોના નેતા અને અનેક ધર્મોના પ્રતિનિધિઓ ભગ લે તેવી સંભાવનાઓ છે.

 આ કાર્યક્રમમાં ભાજપાના ઉચ્ચ સ્તરીય નેતાઓ અને આરએસએસના પ્રમુખ નેતાઓ પણ સામેલ થશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઇસ્લામના ભાઇચારાના સંદેશને ઉજાગર કરવાનો રહેશે.

મુસ્લિમ રાષ્ટ્રીય સંરક્ષક ઇન્દ્રેશ કુમારે કાર્યક્રમ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે, ઇસ્લામ સમગ્ર વિશ્વમાં શાંતિની વાત કરી રહ્યું છે, આ કાર્યક્રમ દ્વારા તેમનો મુખ્ય હેતુ ઇસ્લામના મુખ્ય ઉદેશ્યોને દુનિયા સુધી પહોંચાડવાનો છે. ઇન્દ્રેશ કુમાર મુજબ મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આ કાર્યક્રમ વર્ષોથી કરતું આવ્યું છે.

(11:49 am IST)
  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST

  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST