Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

પતિ અને સાસુ સસરાએ વહુને ચાલતી કારે બહાર ફેંકી દીધી

ચેન્નાઇ તા ૧૨  : તામિલનાડુના કોઇમ્બતુરમાં બનેલી એક ઘટનાનો  વિડીયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થઇ રહ્યો છે. એમાં આરતી અરૂણ નામની ૩૮ વર્ષની મહીલાને તેનો પતિ, અને સાસુ સસરા ચાલતી ગાડીમાંથી ઘક્કો મારી બહાર ફેંકી રહ્યાં છે. આરતીનું કહેવું છે કે એ લોકો તેને મારી નાખવા માંગતા હોવાથી આમ કર્યુ હતું. આરતીના પતિનું નામ અરૂણ અમલરાજ છે, જે એન્જિનીયર છે. ૨૦૦૮માં આરતી અને અરૂણના લગ્ન થયાં હતા. બન્ને વચ્ચે ખુબ તાણ રહેતી હોવાથી ૨૦૧૪માં તેણે છુટાછેડા લેવાનું  નક્કી કરેલુ અને આરતી બે બાળકોને લઇને પોતાના પિયર મુંબઇ આવી ગઇ હતી.  ડોમેસ્ટિક વાયલન્સના કેસમાં ફસાયેલ અરૂણે સુલેહ કરી લેવાની તૈયારી દાખવતા આરતી માની ગઇ અને તેમના સબંધને એક મોકો આપવા માટે પાછી સાસરે આવી હતી. જોકે મે મહિનામાં બાળકો સાથે ઊંટી ફરવા જવાની ટ્રિપનું આયોજન થયું જે આરતી માટે ખતરનાક સાબિત થયું. ત્યાં ફરી ઝઘડો થયો અને વાત ઊંટી પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઇ. અલબત, ત્યાં પતિએ લેખીત માફી આપી અને ફરી આરતી સાસરે પહોંચી ગઇ, ત્યારબાદ નવમી મે એ કોઇમ્બતુરમાં અરૂણ તેના મમ્મી-પપ્પાને લઇને કારમાં આવ્યો અને એ વખતે ફરી બબાલ થતાં પતિએ ચાલતી ગાડીએ તેને મુક્કો માર્યો અને ધક્કો મારીને કારમાંથી ફેંકી દઇને ત્યાંથી ફરાર થઇ ગયો. પોલીસે સીસીટીવી કેમેરાનાં કુટેજમાંથી આ ઘટનાના પુરાવા એકઠા કર્યા છે, પરંતુ હવે પતિ અરૂણ અને તેના પેરેન્ટસ ત્રણેય ગાયબ છે.

(11:47 am IST)
  • મહાદેવની કૃપાથી ધીમે-ધીમે બહાર આવી રહ્યા છીએ : વિજયભાઈનું સતત મોનીટરીંગ : નીતિનભાઈ ભારદ્વાજ : ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ સોમનાથદાદાના દર્શને ગયા છે. તેઓએ જણાવેલ કે મહાદેવની કૃપાથી આપણે ધીમે - ધીમે બહાર આવી રહ્યા છીએ. કોઈ મોટી જાનહાની ન થાય તે માટે સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત વોચ રાખી રહ્યા છે. access_time 12:53 pm IST

  • વિડીયો : કચ્છના રાપરમાં મોડી સાંજથી વાયુ વાવાઝોડાની અસર શરુ થઈ ગઈ હોવાનું સ્કાયમેટે એક વિડીયો પ્રસિદ્ધ કરીને જણાવ્યું છે. access_time 10:27 pm IST

  • દીવમાં ૯ નંબરનું સિગ્નલ ઉતારી ૮ નંબરનું સિગ્નલ લગાવાયું: ૯ નંબરનું સિગ્નલ વાવાઝોડું આવવાની શકયતા દર્શાવે છેઃ ૮ નંબરનું સિગ્નલ ખુબ જોખમી ચેતવણી આપે છે access_time 3:47 pm IST