Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

મોદી સરકારની ખેડૂતોને વધુ એક ભેટ!કુસુમ યોજનામાં થશે ફેરફાર

ખેડૂતોની આવક ડબલ કરવાના લક્ષ્યાંક તરફ સરકારે મોટુ પગલું ભર્યુ

નવી દિલ્હી, તા.૧૨: ખેડૂતોની આવક ડબલ કરવાના લક્ષ્યાંક તરફ સરકારે મોટુ પગલું ભર્યું છે. CNBC આવાજને સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે સરકાર કુસુમ યોજના પ્રમાણે વધારે ખેૂડતોને ફાયદો મળે તેથી તેમાં ફેરફાર કરવા જઈ રહી છે. ઉર્જા મંત્રાલય સોલર સેલ્સ અને મોડ્યૂલ મેન્યુફેકચરર માટે કેપિટલ સબસિડી સ્કીમ લાવી રહ્યું છે. આ સ્કીમમાં મેન્યુફેકચરરને કુલ ખર્ચની ૩૦ ટકા કેપિટલ સબસિડી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે કુસુમ (KUSUM)યોજનામાં ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે સોલર પંપ આપવામાં આવશે. કુસુમ યોજનાની જાહેરાત કેન્દ્ર સરકારે ૨૦૧૮-૧૯ના બજેટમાં કરી હતી. મોદી સરકારે કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન કુસુમ યોજના વિજળી સંકટથી ઝઝુમી રહેલા વિસ્તારને ધ્યાનમાં રાખીને શરુ કરવામાં આવી હતી.

સૂત્રોના મતે આને લઈને વિત્ત મંત્રાલયે ૧૦ હજાર કરોડ રુપિયાના ફંડની મંજૂરી આપી દીધી છે. સોલર પંપ દ્વારા સિંચાઈ કરનાર ખેડૂતોને તેનો સીધો ફાયદો થશે. સોલર મોડ્યુલ યુનિટ માટે ૩૦ ટકા સુધી સરકાર સબસિડી આપશે.

આ યોજનાથી ખેડૂતોને બે પ્રકારે ફાયદા થશે. એક તો તેમને સિંચાઈ માટે મફત વિજળી મળશે અને બીજો જો તે વધારે વિજળી બનાવીને ગ્રિડને મોકલશે તો તેમને તેના બદલે કમાણી થશે. જો ખેડૂત પાસે બંજર ભૂમિ છે તો તે તેનો ઉપયોગ ઉર્જા ઉત્પાદન માટે કરી શકે છે. તેના કારણે બંજર જમીનમાંથી પણ આવક થશે.

(11:46 am IST)