Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

માત્ર ૯૯૯માં ડોમેસ્ટિક અને ૩,૪૯૯માં ઈન્ટરનેશનલ ટિકિટ ઇન્ડિગોનું સેલ

નવી દિલ્હી, તા.૧૨: ઓછા ભાવમાં વિમાનની મુસાફરી કરાવનાર ઈન્ડિગોએ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે સમર સેલની ઘોષણા કરી છે. ઈન્ડિગો સમર સેલ હેઠળ ડોમેસ્ટિક ફ્લાઈટની ટિકિટની શરૂઆત માત્ર ૯૯૯ રૂપિયા જયારે ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે ૩,૪૯૯ રૂપિયાથી ટિકિટની શરૂઆત થઈ રહી છે. આ સેલ મંગળવારથી શરૂ થઈ ગયો છે અને તે તારીખ ૧૪ જૂન, શુક્રવાર સુધી ચાલશે.

જો તમે ઈન્ડિગો સમર સેલમાં ટિકિટ બુક કરાવો છો તો તમારે તારીખ ૨૬ જૂનથી ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૯ દરમિયાન વિમાનમાં મુસાફરી કરવી પડશે. આ ઓફર હેઠળ ઈન્ડિગો ઈન્ડસઈન્ડ બેન્ક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ટિકિટની ખરીદી પર ૨૦ ટકા સુધી એટલે કે ૨,૦૦૦ રૂપિયા સુધીનું વધુ કેશબેક મળી રહ્યું છે. આ કેશબેક મેળવવા માટે ન્યૂનતમ ટ્રાન્ઝેકશન વેલ્યુ ૪,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે.

જો તમે આઈસીઆઈસીઆઈ બેન્ક ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ટિકિટ ખરીદો છો તો તમને ૫ ટકા (૧,૦૦૦ રૂપિયા સુધીનું) કેશબેક મળશે. અહીં ન્યૂનતમ ટ્રાન્ઝેકશનની લિમિટ ૬,૦૦૦ રૂપિયા છે. જે ગ્રાહક ટિકિટ ખરીદવા માટે મોબિકિવક મોબાઈલ વોલિટનો ઉપયોગ કરશે તેઓને ૧૫ ટકા (૮૦૦ રૂપિયા સુધી) કેશબેક ઓફર કરવામાં આવી રહી છે.

ઈન્ડિગોની વેબસાઈટ પર જોઈએ તો દિલ્હીથી અમદાવાદ માટેની ટિકિટની શરૂઆત ૧,૭૯૯ રૂપિયા જયારે દિલ્હી-ભુવનેશ્વર રૂટ માટેની ટિકિટની શરૂઆત ૨,૪૯૯ રૂપિયામાં થઈ રહી છે.

(11:40 am IST)