Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

કોંગ્રેસની બેઠકનું અધ્યક્ષપદ સંભાળવા પણ રાહુલ તૈયાર નથીઃએ.કે.એન્ટની જવાબદારી સંભાળશે

નવી દિલ્હીઃ કોંગ્રેસે આજે કોર કમીટીની મીટીંગ બોલાવી છેઃ આ બેઠકનું અધ્યક્ષપદ સંભાળવા પણ રાહુલ ગાંધીએ ઇન્કાર કર્યો છેઃ જેને કારણે સીનીયર નેતા એ.કે.એન્ટની આ બેઠકનું અધ્યક્ષપદ સંભાળશેઃ આ બેઠકમાં ચુંટણીમાં પરાજય બાદ સંગઠનમાં ફેરફાર કરવાને લઇને ચર્ચા થશેઃ રાહુલના રાજીનામા અંગે પણ ચર્ચા થશેઃ લોકસભામાં કોંગ્રેસના નેતાની નિયુકતી અંગે પણ ચર્ચા થશે

(11:36 am IST)
  • ૧૫મી સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે : તોફાની પવન ફૂંકાશે : હવામાન વિભાગના ડાયરેકટર શ્રી જયંત સરકારે જણાવ્યું કે વેરાવળથી દક્ષિણ પશ્ચિમે ૧૧૦ કિ.મી. અને પોરબંદર દક્ષિણે ૧૫૦ કિ.મી. દૂર છે. વાવાઝોડુ લેન્ડ નહિં થાય પણ જોરદાર પવન સાથે ભારે વરસાદ પડશે. આજથી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. access_time 3:34 pm IST

  • સુરતનો સુવાલી દરિયો બન્યો તોફાનીઃ દરિયા કિનારા આસપાસના ગામોને એલર્ટ કરાયાઃ ૧૫ ફુટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાઃ સુવાલી દરિયાનું જોવા મળ્યું રોંદ્ર સ્વરૂપ access_time 12:52 pm IST

  • ૮૦૦ કિ.મી.ના વ્યાસમાં વાવાઝોડુ : પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને દીવમાં અસર કરશે : હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યુ કે ગુજરાત ઉપરથી મહદઅંશે ખતરો ટળી ગયો છે પણ ભારે પવન સાથે ભારે વરસાદ પડશે : વાવાઝોડુ સૌરાષ્ટ્રને હિટ નહિં કરે બે દિવસ વાવાઝોડાની અસર વર્તાશે access_time 3:33 pm IST