Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

મુંબઇના દરીયાઇ કિનારેથી પસાર થઇ રહ્યું છે વાવાઝોડુઃ એલર્ટ પર નેવી

૧૩૫ કિ.મી.ની સ્પીડ હશેઃ ભારે વરસાદની સંભાવના

નવીદિલ્હી, તા.૧૨: વાયુ વાવાઝોડુ મુંબઇ કોસ્ટની પાસેથી પસાર થઇ રહ્યું છે. જો કે તેની કોઇ મોટી અસર મુંબઇના તટીય વિસ્તારમાં જોવા મળશે નહીં. જો કે વાવાઝોડાને લઇને ભારે વરસાદની શકયતા છે. મુંબઇ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વાયુ વાવાઝોડુ મુંબઇના કોસ્ટથી ૩૦૦ કીમી દૂર છે.

પરંતુ જયારે તે નજીકથી પસાર થશે ત્યારે મુંબઇ, કોંકણ, ઠાણે અને પાલદ્યર વિસ્તારમાં ઙ્ગભારે વરસાદની શકયતા છે. હાલમાં આ વાવાઝોડાની ગતિ ૧૩૫ કીમી છે, જો કે જલ્દી જ તે ૧૫૦ની ઉપર પણ થઇ શકે છે. જો કે વાવાઝોડાને લઇને મુંબઇ સહિતના વિસ્તારમાં તંત્રને અલર્ટ રાખવામાં આવ્યું છે.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે વાયુ વાવાઝોડાની અસર સૌથી વધુ ગુજરાતના દરિયાકિનારે જોવા મળશે. જો કે દરિયામાં વાવાઝોડાની ગતિમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વાવાઝોડુ વધુ રોદ્ર બને તેવી પણ શકયતા છે. વાવાઝોડુ ૧૩ જૂન એટલે કે આવતી કાલે સવારે ૧૪૦થી ૧૫૦ કિલોમીટરની ગતિએ ગુજરાત પર ત્રાટકી શકે છે.

એટલે કે રાજયના ૬૦ લાખ નાગરિકોને વાયુ વાવાઝોડાની અસર થશે. ત્યારે ૪૦૦ જેટલા ગામડાઓ પર વાવાઝોડાની વ્યાપક અસર થવાની શકયતા છે.ઙ્ગજેની અસર સૌરાષ્ટ્રના ૧૦ જિલ્લા અને ૩૧ તાલુકાઓને થાય તેવી શકયતા છે. જેને લઇને વ્યવસ્થા તંત્ર પણ સજ્જ બન્યું છે.ઙ્ગ

બીજી તરફ ગોવામાં પણ વાવાઝોડાને લઇને વહીવટીતંત્ર સજ્જ થઇ ગયું છે. ગોવાનો રમણીય દરિયાકાંઠો દેશ-વિદેશના અનેક પ્રવાસીઓમાં પ્રખ્યાત છે અને અનેક સહેલાણીઓ ગોવાના બીચની મુલાકાત લેતા હોય છે. ત્યારે વહીવટીતંત્રએ દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં એલર્ટ આપ્યું છે. સાથે જ સહેલાણીઓને પણ સાવચેત રહેવા જણાવ્યું છે.

વાવાઝોડા વાયુને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજયમાં ૧૩થી ૧૫ જૂન સુધી દિવસીય શાળા પ્રવેશોત્સવ રદ કર્યા છે.

(11:10 am IST)