Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ખતરનાક વાવાઝોડા સામે સાવચેતીના પગલા લઇ લેજો

 

વાવાઝોડા પૂર્વેની તૈયારી

* રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો, અને બાંધકામને  લગતી ક્ષતિઓ દૂર કરો.

* સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો.

* આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો, ચકાસી લો.

* સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્નો કરો.

* ઢોર-ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો.

* માછીમારોને દરિયામાં જવુ નહી, બોટ સલામત સ્થળે લાંગરવી.

અગરીયાઓએ સલામત સ્થળે ખસી જવું.

* આશ્રય લઇ શકાય તેવા ઉંચા સ્થળો ધ્યાનમાં રાખો.

* સૂકો નાસ્તો, પાણી, ધાબળા, કપડાં અને પ્રાથમિક સારવારની કીટ સાથે રાખો.

* અગત્યના ટેલીફોન નંબર હાથ વગા રાખો.

વાવાઝોડા દરમ્યાન

* જર્જરીત મકાન કે વૃક્ષ નીચે આશ્રય ન લેવા માટે સમજ આપવી.

* રેડીયો પર સમાચાર સાંભળતા રહો અને સૂચનાઓનો અમલ કરો.

* વાવાઝોડા સમયે બહાર નિકળવાનું સાહસ કરવું નહીં.

* વાવાઝોડાના સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.

* વીજ પ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા સલાહ આપવી.

* દરિયા નજીક, ઝાડ નીચે કે વિજળીના થાંભલા કે લાઇનો નજીક ઉભા રહેશો નહીં.

* વિજળીના થાંભલાથી દૂર રહેવા સલાહ આપવી.

* માછીમારોને દરિયામાં જતા રોકવા અને હોડીઓ સલામત સ્થળે રાખવી.

* અગરીયાઓએ અગરો છોડી સલામત સ્થળે આશ્રય લેવા જણાવવું.

* ખોટી અથવા અધુરી જાણકારીવાળી માહિતી અર્થાત અફવા ફેલાવતી અટકાવો, આધારભુત સૂચનાઓને અનુસરો.

વાવાઝોડા બાદ

* બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ, પોલીસ, મ્યુનિસીપાલીટી કંટ્રોલ રૂમ તથા તમામ અધિકારીઓની મદદ લેવી.

* નુકશાનીનું તાત્કાલીક સર્વે કરી અંદાજીત નુકશાનીની વિગતો રાજય સરકારને આપવી. તથા મદદ માટે સતત સંપર્ક રહેવું.

* અસરગ્રસ્તોની મદદ કરવી, બચાવ કરવો, સલામત સ્થળે લઇ જવા.

* જરૂર પડે તબીબી સારવાર તાત્કાલીક મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

* નોડલ ઓફીસરોને પોતાના રૂટ પર તાત્કાલીક રવાના કરવા તથા અન્ય વિભાગોના અધિકારીઓની મદદ લેવી.

* માછીમારો દરીયામાં પ્રવાસ ન કરે તેવી સુચનાઓ આપવી.

* ભારત સરકારશ્રીના હવામાન ખાતા તરફથી મળતી આગાહીઓને અનુસરવું. તથા સતત સંપર્કમાં રહેવું.

* અસરગ્રસ્તોને જરૂરી મદદ ઉપલબ્ધ કરાવવી.

* તાલીમ તથા બચાવ રાહત સામગ્રી

(4:09 pm IST)
  • નવસારીમાં 'વાયુ' વાવાઝોડાની અસરઃ બોરસી, માછીવાડ ગામમાં દરિયાના પાણી ઘૂસ્યા access_time 12:52 pm IST

  • કચ્છના સરહદી વિસ્તાર હાજીપીર દરગાહ નજીક ગાજવીજ પવન સાથે જોરદાર વરસાદ વરસતા મકાનોના પતરા પણ ઉડી ગયા હતા access_time 3:33 pm IST

  • વાવાઝોડુ સીધુ નહિં ટકરાય તો પણ સાવધ રહેવું પડશે : સૌરાષ્ટ્રમાં ૧૦ ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે : પંકજકુમાર : મહેસુલ વિભાગના મહાસચિવ શ્રી પંકજકુમારે આજે સવારે ૧૧ વાગ્યે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે આજે બપોરે વાવાઝોડુ સૌરાષ્ટ્ર તરફથી પસાર થશે. 'વાયુ' વાવાઝોડાએ દિશા બદલી છે પણ હળવાશથી લેવાની જરૂર નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર સજ્જ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી ૩૮૩ એમ્બ્યુલન્સ રાખવામાં આવી. રાજકોટથી ૧ લાખ ફૂડપેકેટ ગીર સોમનાથમાં મોકલવામાં આવ્યા. ૪૮ કલાકમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ પડી શકે. એનડીઆરએફ, એસડીઆરએફ, એસજીપી અને આર્મીની ટીમ ખડેપગે છે. access_time 12:52 pm IST