Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

''સમર કેમ્પ ૨૦૧૯'': યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર પાર્લિન ન્યુજર્સી મુકામે ૧ જુલાઇ થી ૫ જુલાઇ તથા ૮ જુલાઇથી ૧૨ જુલાઇ ૨૦૧૯ દરમિયાન કરાયેલું આયોજનઃ ૪ થી ૧૫ વર્ષની વય સુધીના બાળકો માટે જ્ઞાન સાથે ગમ્મતનો લહાવો

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ મંદિર, ૭૧૭, વોશીંગ્ટન રોડ, પાર્લિન ન્યુજર્સી મુકામે ૧ જુલાઇ સોમવારથી ૫ જુલાઇ ૨૦૧૯ શુક્રવાર દરમિયાન પ્રથમ તથા ૮ જુલાઇ સોમવારથી ૧૨ જુલાઇ ૨૦૧૯ શુક્રવાર દરમિયાન દ્વિતીય સમર કેમ્પનું આયોજન કરાયું છે.

આ સમર કેમ્પનો સમય સોમવારથી ગુરૂવાર દરમિયાન સવારે ૯ થી સાંજે ૫ તથા શુક્રવારે સવારે વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીનો રહેશે. જેમાં ૪ થી ૧૫ વર્ષ સુધીની ઉંમરના બાળકો ભાગ લઇ શકશે તથા ભારતીય સંસ્કૃતિ અને ધર્મોનું જ્ઞાન સાથોસાથ ગમ્મત પણ મેળવી શકશે. કેમ્પમાં જોડાવા બાળક દીઠ ૧૦૦ ડોલરનું ડોનેશન રાખવામાં આવ્યું છે. તથા એક બાળક બંને કેમ્પમાં ભાગ લ્યે તો ૧૫૦ ડોલર ડોનેશન રાખવામાં આવેલ છે.

વિશેષ માહિતી સુશ્રી જીગીશા પરમાર ૭૩૨-૯૮૬-૫૪૯૨ સુશ્રી રિધ્ધી શેઠ ૯૧૯-૩૨૩-૦૩૧૩ સુશ્રી લોપા મેસવાણી ૭૩૨-૩૯૭-૪૭૬૯, સુશ્રી લીના શાહ  ૭૩૨-૯૧૦-૯૨૯૫ સુશ્રી શૈલા ગજ્જર ૯૦૮-૪૦૫-૧૧૧૪ અથવા સુશ્રી કોકિલાબેન શેઠના કોન્ટેક નં.૭૩૨-૨૫૪-૦૬૬૮ દ્વારા અથવા www.dwarkashishtemple.org દ્વાા મળી શકશે તેવું મંદિર (૭૩૨-૨૫૪-૦૦૬૧) યાદીમાં જણાવાયું છે.

(8:41 pm IST)