Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

ન્યુયોર્કનાં મેનહટ્ટનમાં હેલિકોપ્ટર ગગન ચૂંબી ઇમારતમાં ઘુસી ગયુઃ ર૬/૧૧ ની યાદ તાજી થઇ ગઇ

ન્યુયોર્ક : એક હેલિકોપ્ટર ગગનચૂંબી ઇમારતની છત પર અચાનક તુટી પડયું હતું. જેમાં એક વ્યકિતનું મોત થયું હતું. જયારે ઇમારતની છત પર ધુમાડાના ગોટે-ગોટા ઉડવા લાગ્યા હતાં.

શહેરમાં જયારે વરસાદ પડી રહ્યો હતો અને અત્યંત ધુમ્સભર્યુ વાતાવરણ હતું ત્યારે ૭૮૭ સેવન્થ એવેન્યુ ખાતે આવેલી ૭પ૦ ફુટ ઇંચ (રર૯ મીટર) એએકસએ આકિવટેબલ સેન્ટર નામની ઇમારતમાં આ ઘટના ઘટી હતી. આ ઘટનાના કારણે ર૬/૧૧ જેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઇ હતી, રાહત-બચાવ કામગીરી કરનારી સમગ્ર ટીમ દોડી આવી હતી અને લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવી પડી હતી.

ન્યુયોર્કના પ્રખ્યાત ટાઇમ્સ સ્કવેરથી થોડે દૂર જ સર્જાયેલી આ ઘટનાને પગલે ડઝનબધ્ધ ઇમરજન્સી વ્હિકલ્સ દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આ સાથે જ રાહત-બચાવ કામગીરીની ટીમ પણ દોડી આવી હતી. પત્રકાર પરિષદમાં ન્યુયોર્ક શહેરના મેયર બિલ-ડી-બ્લાસીઓએ માહિતી આપતા જણાવ્યું કે, આ ઘટનામાં એક વ્યકિતનું મોત થયું છે જે હેલિકોપ્ટરનો પાઇલટ હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ સિવાય ઇમારતની અંદર કે ઇમારતની બહાર કોઇ પણ અન્ય વ્યકિત ઘાયલ થઇ નથી.

મેયરે વધુમાં જણાવ્યું કે 'ભગવાનનો ખૂબ-ખૂબ આભાર છે. આ એક મોટી દુર્ઘટના બની શકી હોત. આ કોઇ આતંકી ઘટના હોવાની કોઇ જ સંભાવના નથી. હવામાન પણ આ દુર્ઘટનાનું એક કારણ હોઇ શકે છે.' દુર્ઘટનાનું સાચુ કારણ જાણી શકાયું નથી અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.

ઇમરજન્સી અધિરીઓએ જણાવ્યું કે, આ હેલિકોપ્ટરે મેનહટ્ટનના પૂર્વ ભાગમાંથી ટેકઓફ કર્યુ હતું અને ૧૧ મીનીટમાં જ તે ઇમારત પર તુટી પડયું હતું. આ ઇમારત ટ્રમ્પ ટાવરથી માત્ર અડધો માઇલ દુર આવેલી છે, જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એપાર્ટમેન્ટ આવેલું છે. આ સમગ્ર વિસ્તારને નવેમ્બર, ર૦૧૬માં તેમના ચૂંટાયા પછી ઉડ્ડયન માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલો છે.

હિલોકોપ્ટરના અથડાવા અને તૂટી પડવાના કારણે સમગ્ર ઇમારતમાં ધ્રુજારીનો અનુભવ થયો હતો. આ ઇમારતના ર૯મા માળે આવેલી બીએનપી પારિબાસ બેન્કના એક કર્મચારીએ જણાવ્યું કે, 'એક ક્ષણે તો એમ લાગ્યું કે, આ ઇમારત હવે થોડી ક્ષણોમાં તૂટી પડશે. કેમ કે, સમગ્ર બિલ્ડીંગમાં ધરતીકંપ જેવો અહેસાસ થયો હતો. અમને સૌને ર૬/૧૧ ીન યાદો તાજી થઇ ગઇ હતી.'

(12:00 am IST)
  • રાજકોટથી એસટીની દીવ- કોડીનાર- વેરાવળ- ઉના- પોરબંદર- દ્વારકાની બસો બંધ : કુલ ૨૦ બસો બંધઃ વાયુ વાવાઝોડા સંદર્ભે આજે સતત બીજા દિવસે રાજકોટ એસટી ડીવીઝનની દીવ-કોડીનાર-વેરાવળ-ઉના-પોરબંદર-દ્વારકાની બસો બંધ રખાઈ : કોઈ મુસાફરો ફરકતા નથી : બે દિ'થી આવકમાં તોતીંગ ગાબડુ : જામનગર સુધી એસટી દોડે છે : સાંજ બાદ પુનઃ બસ વ્યવહાર શરૂ થવાની શકયતા : એડવાન્સ બુકીંગમાં ૪ લાખનું રીફંડ અપાયુ access_time 10:57 am IST

  • પોરબંદર જીલ્લામાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ : પોરબંદર જીલ્લામાં ર૪ કલાકમાં સરેરાશ દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. પોરબંદરમાં ૧૩ મીમી રાણાવાવમાં ૧૯ મીમી. તથા કુતિયાણામાં ૪ મીમી. વરસાદ નોંધાયો છે. access_time 8:56 pm IST

  • રાજકોટના રામનગરમાં તાલુકા પોલીસનો સપાટો :રામનગરના રામમંદિર ચોરામાં પાસેથી 27 જુગારીઓ ઝડપાયા :એકાદ લાખનો મુદામાલ જપ્ત કરાયો access_time 1:17 am IST