News of Wednesday, 13th June 2018

PNB કૌભાંડ: બ્રિટને સીબીઆઈને આપી નિરવ મોદી અંગેની માહિતી

સીબીઆઈએ ઇન્ટરપોલ પાસે રેડકોર્નર નોટિસ રજૂ કરવા અપીલ કરી

 

પંજાબ નેશનલ બેન્ક સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનાર નિરવ મોદી અંગે બ્રિટને આઇબીઆઈને માહિતી આપી હોવાના અહેવાલ મળે છે સુત્રોના જણાવ્યા પ્રમાણે સીબીઆઈએ ઇન્ટરપોલ પાસે નિરવ મોદી, નિશાલ મોદી અને તેમના અન્ય સાથીઓ વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ રજૂ કરવાની અપીલ કરી છે.  લિસ્ટમાં નિરવ મોદી , વિજય માલ્યા જેવા ભારતથી ફરાર વ્યક્તિઓના નામનો સમાવેશ થાયો છે.

  અત્રે ઉલ્લેખનીય છેકે, 13,400 કરોડ રૂપિયા પીએનબી બેન્ક ફ્રોડમાં આરોપી નિરવ મોદી લંડન ગયો છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સમાં રવિવારે છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે નિરવ મોદીએ ત્યાં રાજકીય શરણની માંગ કરી છે. જોકે, બ્રિટનના ગ્રૃહ વિભાગે અંગે કોઇપણ જાણકારી આપવા માટે ઇન્કાર કરી દીધો છે.

  ભારતમાં બીજી સૌથી મોટી સરકારી બેન્ક પંજાબ નેશનલ બેન્કે નિરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી ઉપર 13,400 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે પ્રત્યાર્પણના બદલે લો ઇ્ફોર્સમેન્ટ એજન્સીઓ થકી નિરવ મોદી સુધી પહોંચાનો અમારો પ્રયત્ન છે.

  ઉલ્લેખનીય છેકે, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નિરવ મોદીની સંપત્તીને ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. માટે તેમણે નિરવ મોદીની કરોડો રૂપિયાની નવ કાર જપ્ત કરી લીધી છે. નવ કારમાં એક રોલ્સ રોય્સ ઘોષ્ટ છે. જેની અંદાજીત કિમત કરોડ રૂપિયાથી વધુ છે. બે મર્સિડિઝ બેન્ઝ મોડલ્સ GL350 CDI છે. જેની કિંમત 1 કરોડ રૂપિયાની આસપાસ છે. બે મર્સિડિઝ બેન્ઝ મોડલ્સ GL350 CDI છે. જેની કિંમત 1 કરોડ રૂપિયાની આસપાસ છે. એક પોર્શ કાર છે. ગાડીની અંદાજીત કિંમત બે કરોડ રૂપિયા છે. જ્યારે તેની પાસે 3 હોન્ડાની કાર છે. એક કારની કિંમત 25 લાખ રૂપિયાની આસપાસ છે.      નીરવ મોદી પાસે અન્ય એક ટોયોટા ફોર્ચ્યૂનર કાર છે. જેની અંદાજીત કિંમત 32 લાખ રૂપિયા છે. જ્યારે તેની પાસે એક ટોયોટા ઇનોવા કાર પણ છે જેની કિંમત 15-20 લાખ રૂપિયા છે. ઉપરાંત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નીરવ મોદીનાં 7.80 કરોડ રૂપિયાનાં શેર્સ અને મેહુલ ચોક્સી ગ્રુપનાં 86.72 કરોડ રૂપિયાનાં શેર્સ જપ્ત કરવામાં આવ્યા છે.

(12:01 am IST)
  • પાકિસ્તાનમાં ઇમરાનખાન વિરુદ્ધ 100 વર્ષની મહિલા લડશે ચૂંટણી ;ઇમરાનખાન પાંચ જગ્યાએથી ચૂંટણીમાં ઝુકાવશે ;મહિલા ઇમરાન સામે બે જગ્યાએથી ચૂંટણી લડશે :હજરત બીવી નામની આ મહિલાએ બનનું અને કે-પી એસેમ્બલી માટે પીકે-89 (બન્નુ 1110 ) થી નામાંકન દાખલ કર્યું છે કન્યા કેળવણીનો મુખ્ય ઉદેશ્ય access_time 1:23 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST