Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

'લલિતા'માંથી 'લલિત' બનતો કોન્સ્ટેબલ

મહારાષ્ટ્રની મહિલા કોન્સ્ટેબલને સેકસ ચેન્જ માટે માર્ગદર્શન અપાયું હતું

મુંબઇ તા. ૧૩ : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ લલિતા સાલ્વેને ચાર વર્ષ અગાઉ તેમના શરીરમાં ફેરફાર થવાના સંકેતો જોવા મળ્યા હતા. તબીબી પરીક્ષણો દ્વારા નિદાન થયા પછી તેમને સેકસ ચેન્જ કરવા માટે સલાહ આપવામાં આવી હતી. તેના પરની સેકસ ચેન્જ સર્જરીનો પ્રથમ તબક્કો સંપન્ન થયો હતો અને મંગળવારે તેના પછી તેમને રજા આપવામાં આવી હતી. લલિતામાંથી લલિત બનેલા આ કોન્સ્ટેબલનું સેકસ ચેન્જ માટેનું બીજું ઓપરેશન છ મહિના પછી કરવામાં આવશે એમ તબીબોએ જણાવ્યું હતું.

આ કોન્સ્ટેબલે કહ્યું હતું, 'મેં મારા જીવનના ૨૯ વર્ષ  સ્ત્રી તરીકે પસાર કર્યા. હવે આખરે હું  સ્ત્રીના જીવનમાંથી મુકત થઈશ. હું મારા નવા જીવનને સ્વીકારવા માગું છું.' હવે આ કોન્સ્ટેબલને લલિત કહીને બોલાવવામાં આવે છે. જૂન ૧૯૮૮માં જન્મેલા સાલ્વેએ સેકસ ચેન્જ માટે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે તે  સ્ત્રી તરીકે રહે છે પરંતુ તેના શરીરમાં પુરૂષો જેવા લક્ષણો વિકસી રહ્યા છે. ત્યારબાદ મેડિકલ ટેસ્ટથી પણ તેની વાત સાચી ઠરી હતી.

ડોકટરોએ તેમને જેન્ડર ડિસ્ફોરિયા હોવાનું કહ્યું હતું અને સેકસ ચેન્જ માટે સલાહ આપી હતી. સાલ્વે ત્યારબાદ રાજયના પોલીસ વિભાગનો સંપર્ક કર્યો હતો અને ત્યાંથી સેકસ ચેન્જ સર્જરી કરાવવા માટે અનુમતિ માગી હતી. વિભાગે પ્રથમ તો તેની અરજી નકારી હતી કેમકે પોલીસ વિભાગમાં મહિલાઓ અને પુરૂષો માટેના માપદંડો અલગ હોય છે. જેમકે ઊંચાઈ અને વજનના હિસાબે તેમાં તફાવત હોય છે. સાલ્વેએ ફરીથી કોર્ટના દ્વારા ખખડાવ્યા હતા. કોર્ટે તેમને મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલનો સંપર્ક કરવા કહ્યું હતું. આ લડત બાદ રાજયના ગૃહ વિભાગ તરફથી ૧૦મી જૂને સેકસ ચેન્જ સર્જરી માટે અનુમતિ આપતો પત્ર પ્રાપ્ત થયો હતો. જેના પછી તેમણે સેન્ટ જયોર્જ હોસ્પિટલમાં આ સર્જરી કરાવી હતી.(૨૧.૨૩)

 

(2:47 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST