Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રોઝાથી શરીરમાં એક ડિટોકિસ ફિકેશન પ્રક્રિયા

હૈદ્રાબાદ તા. ૧૩ : પ્રાચીન યુનાનીઓમાં રોઝા રાખવાથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રૂપે થતા અનેક લાભનો ઉલ્લેખ કરવામાં આવ્યો છ.ે યુનાની નૈતિકવાદી પ્લુટર્ચએ કહ્યું કે, સદીઓથી લોકો દવાનો ઉપયોગ કરવાને બદલે રોઝા રાખેલ છે અને ભૂતકાળમાં પણ લોકોએ રોઝા રાખ્યા છે, અને અનંત ફાયદાઓ છ.ે

લાંબા સમય સુધી ભોજન કરવાથી દૂર રહેતા પેટ સાફ રહે છે અને પાંચનતંત્રને આરામ મળે છ.ે  ઓકસફોર્ડના એનેસ્થેટિક ડો. રઝીન મહારોફે રોઝાનું વર્ણન કરતા કહ્યું કે, ''રોઝા રાખવાથી શરીરમાં એક ડિટોકિસફિકેશન પ્રક્રિયા શરૂ થાય છ, આ પ્રક્રિયા શરીરની ચરબીમાં જમા થયેલ કોઇપણ ઝેરીલા પદાર્થને શરીમાંથી દુર કરે છે.''

શરીરને અતિરિકત ભોજન અને ચરબીથી મુકત કરી શુધ્ધ કરે છે. તેમણે કહ્યું કે, રોઝા એક પ્રાકૃતિક ઉપચાર છે, જે ઉર્જાને મુકત કરવામાં મદદ કરે છે. જેનો ઉત્પાદકતા રૂપે અધિક ઉપયોગ કરી શકાય છે. એવું અનુમાન છે કે ભારે ખોરાક લીધા બાદ એને પચાવવા માટે શરીર ૬પ ઉપલબ્ધ ઉર્જાનો ઉપયોગ કરે છે.આથી જો તમે ઉતવાસ કરો છો તો તમારી પાસે રહેલ ઉર્જા મુકત થઇ જાય છે કારણ પેટમાં પચાવવા માટે કોઇ ભોજન હોતું નથી. તુટેલી શિરાઓ અને કોશિકાઓને સુધારવા માટે શરીર પોતે જ ખુદને ઠીક કરવા ઉર્જાનો ઉપયોગ કરી શકે છે.

સ્વાસ્થ ભોજન માટેના માર્ગો ખોલે છે, કારણ કે મુસ્લિમ શિક્ષણ અનુસાર શહેરી અને અને ઇફતાર હળા ભોજન માટે પ્રોત્સાહિત કરે છ.ે રોઝા રાખવાથી માણસની માનસિક અને ભાવનાત્મક સ્થિતિમાં સુધારા થાય છે. રોઝા વ્યકિતના મગજને સાફ અને પવિત્ર રાખે છે, રોઝા વ્યકિતમાં રહેલ ઘમંડ અને ભ્રમને દુર કરવા માટે પ્રોત્સાહન આપે છ.ે રોઝા મસ્તિષ્ક માટે સ્વાસ્થ્ય સુધારક પુરવાર થયા છે. રોઝા ન્યુરોનલ ઓટો ફૈજીની હોમિયોસ્ટેટિક પ્રક્રિયામાં મદદ કરે છે અને બીડીએનએફના સ્તરને વધારે છે. મગજના સુચનાવાળા ભાગને સકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. આ સિવાય અલઝાઇમર,હન્ટિંગટન, મગજનો આઘાત, અવસાદ અને ઇસ્કિમિક સ્ટ્રોક સહિતની અનેક બીમારીઓના ખતરા રોઝા દરમિયાન ઘટી જાય છે. એમ જોવામાં આવ્યું છે હલમાં થયેલ શોધમાં જોવા મળ્યું કે રોઝાના થોડા દિવસો પછી, લોહીમાં એન્ડોરફીનનું ઉચ્ચ સ્તર હોય છે, જે વ્યકિતને વધુ ચોકકસ અને સતર્ક બનાવે છ.ે જેનાથી માનસિક શાંતિનો અનુભવ થાય છે.

(2:44 pm IST)