Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રેલ્વેના ૧૧૦૦૦ પદ રદ્દ થશે

કેન્દ્રનો મોટો નિર્ણયઃ વ્યર્થ પદોને સમાપ્ત કરાશેઃ ગયા વર્ષ પણ ૧૦,૦૦૦ પદ રદ્દ થયા

નવીદિલ્હી, તા.૧૩: ગયા વર્ષ ૧૦ હજાર વ્યર્થ પદોને સમાપ્ત કર્યા બાદ રેલ્વેએ ચાલુ નાણાંકીય વર્ષ(૨૦૧૮-૧૯)દરમ્યાન અને ૧૧ હજાર વ્યર્થ પદોને સમાપ્ત કરવાનો નિર્ણય લેવાથો છે. સૌથી વધું ૧૫૦૦-૧૫૦૦ પદ ઉતર અને દક્ષિણ રેલ્વેનાં સમાપ્ત કરવામાં આવશે.

આ સંબંધ રેલ્વે બોર્ડ દ્વારા દરેક ૧૭  જોનલ રેલ્વેના મહાપ્રબંધકોને પત્ર લખવાના આવ્યો છે તેમાં કહેવામાં આવ્યું છે કે દરેક મહાપ્રબંધક તેના જોનમાં તે પદોને સમાપ્ત કરે જેની હાલમાં કોઇ જરૂરીયાત નથી છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનીકલ રીતે પરિવર્તન થયું છે. એવામાં તે પદ રેલ્વે માટે ફાયદાની જગ્યાએ નુકશાન કારક સાબિત થઇ રહ્યા છે આ ઉપરાંત કર્યા-અધ્યયનોનાં આધારે વિવિધ નેનોમાં ખભ કરવા અંગેના યોગ્ય પદોની સંખ્યા આપવામાં આવી છે. કાર્ર્ય-અધ્યય ઝોન આધાર પર વિવિધ ઝોનોમાં ખત્મ કરવાના યોગ્ય પદોની સંખ્યા આપવામાં મળીને ૧૧,૦૦૦ નિરર્થક પદ છે કે ૧૭ ઝોનમાં નુલ ખાલી પડયા છે. અને જેમાં પરતી કરવામાં આવી ન હોતી.

રેલ્વેમાં હાલમાં ૧૩ લાખથી વધુ કર્મચારી છે સેવાનિવૃત કર્મચારીઓની પેન્શનનો બોજ સેવારત કર્મચારીઓને વેતનથી વધુ હોવાના કારણે રેલ્વેની અડધી કમાણી કર્મચારીઓ પણ ખર્ચ થઇ જાય છે.

(2:41 pm IST)