Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

મહાગઠબંધન માત્ર રાજનૈતિક નથી પરંતુ લોકોની અંદરની લાગણી છે :રાહુલ ગાંધી

ઈંધણને જીએસટી હેઠળ લાવવાની અમારી વાત સરકાર સાંભળતી નથી

નવી દિલ્હી :વર્ષ 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે આવી રહેલા મહાગઠબંધન પર રાહુલ ગાંધીએ કહ્યું કે મહાગઠબંધન ફક્ત એક રાજનૈતિક ગઠબંધન નથી, પરંતુ આ લોકોની અંદરની ભાવના છે. આજે ભાજપ અને આરએસએસ સામે આખો દેશ ભેગો થઇ રહ્યો છે. રાહુલ ગાંધી આજે દિલ્હીની તાજ હોટેલમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરી રહ્યા છે.

  પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા. રાહુલ ગાંધી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પેટ્રોલની વધતી કિંમતોને કારણે આજે સામાન્ય વ્યક્તિ પર મોંઘવારીનો ભાર પડી રહ્યો છે. અમે ઇંધણ જીએસટી હેઠળ લાવવા માટે કહ્યું પરંતુ સરકાર અમારી વાત સાંભળતી નથી

. આ પહેલા મંગળવારે રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર પોતાના સિનિયર નેતાઓનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે લાલ કૃષ્ણ અડવાણી પીએમ મોદીના ગુરુ રહ્યા છે, પરંતુ તેઓ તેમની બિલકુલ રિસ્પેક્ટ નથી કરતા.

   રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અટલ બિહારી વાજપેયી સામે ઈલેક્શન લડ્યા. પરંતુ જયારે તેઓ આજે બીમાર છે તો હું તેમને જઈને મળ્યો છું. તેઓ દેશના પ્રધાનમંત્રી રહી ચુક્યા છે તેમને દેશ માટે કામ કર્યું છે. અમે જયારે તેઓ પીએમ હતા ત્યારે પણ તેમની ઇઝ્ઝત કરતા હતા અને અત્યારે પણ કરીયે છે. આ અમારું ક્લચર છે

  રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે એક સિનિયર રાજનેતા ઘ્વારા તેમને જણાવવામાં આવ્યું કે તેઓ છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસ સામે લડી રહ્યા છે. પરંતુ હવે તેમને અહેસાસ થયો છે કે કોંગ્રેસ જ એક એવી પાર્ટી છે જે દેશને સુરક્ષિત રાખી શકે છે. ફક્ત કોંગ્રેસ જ ભાજપ અને આરએસએસ વિચારધારાને હરાવી શકે છે.

(12:55 pm IST)