News of Wednesday, 13th June 2018

યોગા અને ટ્રેડમિલ મારા નિત્યક્રમનો એક ભાગ છે: મારા રાજ્યના વિકાસની ફિટનેસને લઈને વધુ ચિંતા: કુમારસ્વામીએ આપ્યો મોદીને જવાબ

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ફિટનેસ ચેલન્જ સ્વીકારીને વડાપ્રધાન મોદીએ એક વિડિઓ પોસ્ટ કર્યો હતો અને કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી સહિતનાને ચેલેન્જ આપી હતી ત્યારે કુમારસ્વામીએ મોદીને જવાબ આપતા ટ્વિટર પર લખ્યું કે, "મારા સ્વાસ્થ્યની ચિંતા કરવા બદલ આભાર. હું સન્માનિત થયાનું અનુભવી રહ્યો છું. હું માનું છું કે આપણા બધા માટે શારીરિક રીતે સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી છે, હું તેનું સમર્થન પણ કરું છું. યોગા અને ટ્રેડમિલ મારા નિત્યક્રમનો એક ભાગ છે. જોકે, હું મારા રાજ્યના વિકાસની ફિટનેસને લઈને વધારે ચિંતિત છું અને આ મામલે તમારી મદદ માંગું છું

. વીડિયો પોસ્ટ કરીને મોદીએ કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી, ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા અને આઈપીએસ એધિકારીઓને ફિટનેસ ચેલેન્જ આપી છે. જોકે, મોદીની ફિટનેસ ચેલેન્જના થોડીવારમાં જ કુમાર સ્વામીએ એક ટોણો મારતા તેમને જવાબ આપ્યો હતો.

 

 

 

(12:39 pm IST)
  • મુંબઇમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ : મુંબઇના વર્લીમાં ૩૩ માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગીઃ ૧૦ થી વધુ ફાયરની ગાડી ઘટના સ્થળેઃ ફાયર રેસ્કયુની કામગીરી ચાલુ access_time 3:46 pm IST

  • બનાસકાંઠામાં નગરપાલીકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો : બનાસકાંઠા નગરપાલીકાના પ્રમુખપદે ભાજપના અશોક ઠાકોર અને ઉપપ્રમુખ પદે હેતલબેન રાવલની વરણીઃ કોંગ્રેસના ૧૯ સામે ૨૩ સભ્યોના ટેકાથી ભાજપનો ભગવો લહેરાયો access_time 2:43 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાને બ્રેક : કાલે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શકયતા નહિવત:હાલના ભાવ મુજબ પેટ્રોલ લીટરે 75.75 રૂપિયા ડીઝલનો ભાવ 72.75 રૂપિયા યથાવત રહેશે : ભાવમાં મોટાભાગે કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 11:04 pm IST