Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

NRI ગર્લફ્રેન્ડને માર મારવાના આરોપસર એકટર અરમાન કોહલીની ધરપકડ

બન્ને ૨૦૧૫થી લિવ ઇન રિલેશનશીપમાં છે

મુંબઇ તા. ૧૩ : 'બિગ બોસ'ફેમ એકટ્રેસ અરમાન કોહલીની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. અરમાન કોહલી પર તેની ગર્લફ્રેન્ડ નીરૂ રંધાવાએ મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ મામલે સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં અરમાન કોહલી વિરૂદ્ઘ ફરિયાદ પણ દાખલ કરાઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસે લોનાવાલામાં તેના એક દોસ્તના ફાર્મહાઉસમાંથી અરમાન કોહલીની ધરપકડ કરી હતી. તેની ગર્લફ્રેન્ડ નીરૂ એક ફેશન સ્ટાઇલિસ્ટ છે. હોસ્પિટલમાં દાખલ થયાં પછી ૪ જૂનના રોજ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. નોંધનીય છે કે આ બન્ને ૨૦૧૫થી લિવ ઈન રિલેશનશીપમાં છે.નીરુએ જણાવ્યું હતું કે આ સમગ્ર બાબત એક નાની દલીલથી શરૂ થઈ હતી. પોતાની ફરિયાદમાં નીરૂએ જણાવ્યું કે 'હું ગોવામાં આવેલા અરમાનના બંગલાની દેખભાળ રાખું છું. જયારે તેનું ભાડું આવે છે ત્યારે તેનું ભાડું વિલા સ્ટાફને આપવામાં આવે છે. આ પછી સ્ટાફ અમને આપે છે. જયારે અરમાને કલાયન્ટના ભાડાનું કહ્યું ત્યારે મેં તેને કહ્યું કે સ્ટાફને ભાડુ મળી ચૂકયું છે અને હું ભાડું ટ્રાન્સફર કરાવી આપીશ. આ બાબતે તે ગુસ્સે થઈ ગયો હતો. તે ઉગ્ર થઈ ગયો હતો અને હું કશું જ સમજું એ પહેલા મારા વાળ પકડીને ભીંત સાથે માથું અફળાવ્યું હતું.' એક રિપોર્ટ અનુસાર આ પછી નીરુ મુશ્કેલીથી હોસ્પિટલમાં જઈ શકી હતી.અરમાન કોહલીનું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની એકટ્રેસ મુનમુન દત્તા સાથે પણ અફેર રહી ચૂકયું છે. આ સાથે જ ૨૦૧૩માં બિગ બોસ દરમિયાન તનીષા મુખર્જી સાથે પણ તેનું નામ જોડાયું હતું. નોંધનીય છે કે નીરૂ એક ફેશન ડિઝાઈનર છે અને લંડનની રહેવાસી છે. નીરુ અને અરમાન કોમન ફ્રેન્ડ દ્વારા દુબઈમાં મળ્યાં હતાં અને આ બન્ને ત્રણ વર્ષથી લિવ ઈન રિલેશનશિપમાં રહે છે.(૨૧.૧૧)

(11:34 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • સુરતમાં ઝરમર : અમદાવાદમાં વાતાવરણમાં પલ્ટો : ધૂળની ડમરી ઉડી : સુરતમાં સવારે ઝરમર વરસાદ : વાતાવરણમાં ઠંડક પ્રસરી : અમદાવાદમાં જોરદાર પવન ફૂંકાયા, ધૂળની ડમરીઓ ઉડી access_time 3:43 pm IST

  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST