Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

૨૦ કેરેટના ઘરેણા પર પ્રતિબંધનો વિરોધ

કેન્દ્ર દ્વારા અધિસુચના જાહેર થવાની શકયતાને જોઇને વેપારીઓ રોષે ભરાયાઃ મેરઠમાં એશિયાની મુખ્ય શરાફી મંડળીની બેઠક યોજાઇ હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથીઃ કેન્દ્રની સ્પષ્ટતા

નવીદિલ્હી, તા.૧૩: કેન્દ્રસરકાર દ્વારા ૨૦ કેરેટના ઘરેણાને હોલમાર્કિય યાદીમાંથી બહાર કરવાની કવાયતનો વિરોધ તેજ થયો છે. તે અંગે મેરઠમાં ગઇકાલે શરાફી વેપારીઓએ બેઠક કરી. વેપારી ઓએ ચેતવણી આપી કે જો સરકાર એવું પગલું ભરે છે તે તેઓ કોર્ટ દરવાજા ખખડાવશેે જોકે સરકારે સ્પષ્ટતા કરીકે હજુ સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

૨૦ કેરેટની જવેલરીને હોલમાર્ક યાદી માંથી બહાર કરવાની તૈયારી અંગે એશિયાની મુખ્ય શરાકી મંડળી મેરઠના શરાફી વેપારીઓરીઓ અને કારીગરોએ ગઇકાલે બેઠકયોજી બેઠકબાદ યુનાઇટેડ ફેડરેશન અફિ ઇન્ડિયાના અધ્યક્ષ સંજીવ અગ્રવાલે કહ્યું કે સરકારે સંકેત આપ્યો કે હવે ૧૪, ૧૮ અને ૨૨ કેરેટ જવેલરીની જ હોલમાર્કિગ હશે અને ૨૦ કેરેટ જવેલરીને હોલમાર્કિગની યાદીમાંથી બહાર કરી દેવામા આવશે. શરાફી કારોબારી અને મોટા કારીગરો રાજકુમાર ભારદ્વાજ, વિપિન કુમાર અગ્રવાલ, કોમલવર્મા, ઇનામ અલીએ બેઠકમાં કહ્યું કે મેરઠનાં ૨૦ કેરેટ જવેલરીની જ કારીગર નિર્માણ કરે છે. તે હસ્તશિલ્પ હેઠળ આવે છે.

ભારત સરકારે જાન્યુઆરી ૨૦૧૮માં અધિસુચના તૈયાર કરાઇ હતી. કે ૧૪, ૧૮ અને ૨૨ કેરેટ જવેલરીની જ હોલમાર્કિગ થશે. જોકે ૨૦ કેરેટ જવેલરીના ચલણને પ્રતિબંધિત કરાયું નથી.

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાડિકનું તર્ક છે.  કે ૨૦ કેરેટના ઘરેણાથી ભ્રષ્ટાચાર થઇ શકે છે. બીઆઇએસના શુત્રોના જણાવ્યા મુજબ ૨૦ કેરેટના ઘરેણા મુખ્ય કારીગર જ બનાવે છે. અને તેની મર્યાદા  વધુ હોય છે.

ઉપભોકતા મામલાના મંત્રાલયના સુત્રોના જણાવ્યામુજબ નવી હોલમાર્ક નીતિમાં ૨૦ કેરેટના ઘરેણાને સામેલ કરવા અંગે તમામ પ્રસ્તાવ સરકારની પાસે આવ્યા છે. પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી.

યુનાઇટેડ ફેડરેશન ઓફ ઇન્ડીયાનો દાવો છે કે પૂર્વમાં દેશભરમાં થયેલા સવે માં જાણવા મળ્યું હતું કે અંદાજે બે કરોડ કારીગર ૨૦ કેરેટની જવેલરીના કારોબાર સાથે જોડાણ રાખે છે.

મેરઠથી ૨૦ કેરેટ જવેલરી ઉતરપ્રદેશની સાથે જ હરિયાણા, પંજાબ, ઉતરાખંડ, રાજસ્થાન વગેરે રાજયોનાં પણ આ જવેલરીની ખુબજ માંગ છે.(૨૨.૬)

(11:33 am IST)