Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

રીટેલ ઈન્વેસ્ટરોના શેરો બ્રોકરો હડપ ન કરી જાય એવી વ્યવસ્થા ઉભી કરાશે

નાના રોકાણકારોના શેરો સાચવવાનું કામ કસ્ટોડિયનને સોંપાવાની શકયતા

મુંબઈ, તા. ૧૩ :. નાના-રીટેલ રોકાણકારોની લેભાગુ બ્રોકરોથી રક્ષા કરવા નિયમનકારી સંસ્થા સેબીએ નાના રોકાણકારોના શેરો કસ્ટોડિયન પાસે જમા થાય એવી વ્યવસ્થા વિચારી છે.

ઘણા લેભાગુ દલાલો નાના ગ્રાહકોના શેરો પોતાના હિતમાં વાપરી નાખે છે યા એની સાથે રમત કરે છે એવી ફરીયાદો સતત થતી રહેતી હોવાથી હવે સેબીએ આ શેરો બ્રોકર પાસે રહે એને બદલે કસ્ટોડિયન પાસે રહે એવું આયોજન વિચાર્યુ છે.

કહેવાય છે કે કેટલાક લેભાગુ બ્રોકરો ગ્રાહકોના શેરોનો પાવર ઓફ એટર્ની ધરાવતા હોવાથી ગ્રાહકોની સંમતિ વિના તેમના શેરોનો દુરૂપયોગ કરતા હોય છે. બ્રોકરો ડિપોઝીટરી પાર્ટિસિપન્ટ પણ હોય છે એથી તેમની પાસે ગ્રાહકોનું શેર ડીમેટ-એકાઉન્ટ પણ હોય છે.

ટ્રેડિંગ સેટલમેન્ટના નિયમો

સેબી આ બાબતને ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સેટલમેન્ટના નિયમો વધુ કડક કરવાનો પ્લાન વિચારે છે. આ પ્લાનની તાજેતરમાં જ સેબીની સેકન્ડરી માર્કેટ એડવાઈઝરી કમિટીની મીટીંગમાં ચર્ચા થઈ હતી. જો કે હજી આ પ્લાન પેપર પર જ છે. સેબી ખાતરી મેળવવા માગે છે.

(10:12 am IST)