News of Wednesday, 13th June 2018

બિહારનો અજીબોગરીબ કિસ્સોઃ વૃદ્ધને સાપે ડંખ મારતા પરિવારજનો સાપને પણ સાથે લઇને હોસ્‍પિટલે દોડી જતા તબીબની ચેમ્બરમાં દોડધામ

પટનાઃ ભોજપુરના બિહિયા ચોકીના બેલવાણીયામાં કોલ્ડ ડ્રિન્કની દુકાન ચલાવનાર વૃદ્ધ સત્યનારાયણ પ્રસાદ ગોદામમાં રાખેલા કોલ્ડ ડ્રિન્ક બહાર કાઢતી વખતે સાપે તેમને હાથમાં ડંખ મારી લીધો. વૃદ્ધની ચીસ સાંભળીને પરિવારના લોકો ત્યાં પહોંચી ગયા અને તેમને સાપને જીવતો જ પકડી લીધો. વૃદ્ધના પરિવાર ઘ્વારા જણાવ્યા અનુસાર તેમને કોઈ સમજમાં આવ્યું નહીં. એટલા માટે તેઓ ઘાયલ વૃદ્ધ સાથે સાપને પણ લઈને હોસ્પિટલ પહોંચી ગયા. જેથી સાપને જોઈને હોસ્પિટલના ડોક્ટર તેમનો સારી રીતે ઉપચાર કરી શકે.

પરિવારે વૃદ્ધની સાથે સાથે સાપને પણ ડોકટરની ટેબલ પર મૂકી દીધો. ડોક્ટરે જયારે ડંખ મારનાર સાપને જીવતો જોયો ત્યારે ચેમ્બરમાં હાજર બધાના હોશ ઉડી ગયા. થોડા સમય માટે જગ્યા પર અફરાતફરી મચી ગયી. ડોક્ટરે જયારે પરિવારના લોકોની ફટકાર લગાવી ત્યારે તેઓ સાપને લઈને બહાર આવી ગયા. ડોક્ટરે તરત જ વૃદ્ધનો ઉપચાર શરૂ કરી દીધો. હવે વૃદ્ધની હાલત ખતરાથી બહાર જણાવવામાં આવી રહી છે.

(12:00 am IST)
  • પાકિસ્તાનમાં ઇમરાનખાન વિરુદ્ધ 100 વર્ષની મહિલા લડશે ચૂંટણી ;ઇમરાનખાન પાંચ જગ્યાએથી ચૂંટણીમાં ઝુકાવશે ;મહિલા ઇમરાન સામે બે જગ્યાએથી ચૂંટણી લડશે :હજરત બીવી નામની આ મહિલાએ બનનું અને કે-પી એસેમ્બલી માટે પીકે-89 (બન્નુ 1110 ) થી નામાંકન દાખલ કર્યું છે કન્યા કેળવણીનો મુખ્ય ઉદેશ્ય access_time 1:23 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST