Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

યમુનોત્રી મંદિરના કપાટ પૂજા-અર્ચના માટે ખુલશે : પુજારી , તીર્થ પુરોહિત, સહિત 25 લોકોને હાજર રહેવાની અનુમતિ

ભિડીયાલીગાડ પાસે ભૂસ્ખલનથી ભારે નુકશાન:ધામથી બાયપાસનો રોડ રાહદારીઓ માટે તૈયાર:રસ્તા પરનો બ્રિજનો કામ પરિપૂર્ણ .

કોરોના મહામારીના લીધે માત્ર 25 લોકો સાથે આવતીકાલે પૂજા અર્ચના વિધિ વિધાન સાથે યમુનોત્રી મંદિરના આવતીકાલે 14 મે ના રોજ કપાટ ખોલવામાં આવશે.મંદિરના દ્વાર ખોલવાના સમયે પુજારી ,તીર્થ પુરોહિત, સહિત 25 લોકોને હાજર રહેવાની અનુમતિ આપવામાં આવી છે. આ તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે.

કોરના કાળની પરિસ્થિતિ સારી થયા બાદમાં ચારધામ યાત્રા કરી શકશો. યમુનોત્રી ધામની યાત્રા સરળ રીતે કરી શકાશે. લોનીવીએ જણાવ્યું હતું કે ભિડીયાલીગાડ પાસે ભૂસ્ખલનથી ભારે નુકશાન થયું હતું .ધામથી બાયપાસનો રોડ રાહદારીઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે.રસ્તા પરનો બ્રિજનો કામ પરિપૂર્ણ થયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગત 11 સપ્ટેમ્બરના રોજ ભીડિયાલીગાડની પાસે ભારી ભૂસ્ખલનથી જાનકીચટ્ટી અને યમુનોત્રી વચ્ચે રાહદારી રસ્તા પર બનેલો 150 મીટરનો રસ્તો ધવસ્ત થઇ ગયો હતો.કોરોના મહામારીના લીધે સરકારે ચારધામ યાત્રા સ્થગિત કરી દીધી હતી. પરતું ચાલતી પંરપરાના લીધે અક્ષય તૃતીયા ના પાવન પર્વ પર યમુનોત્રી મંદિરમાં કપાટ વિધિ વિધાન સાથે ખોલવામાં આવશે

(10:53 pm IST)