Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ભારતથી લઈ જઈ કામ કરાવી પૂરા પૈસા ન આપતા ફરિયાદ

યુએસના સ્વામિનારાયણ મંદિરના સંચાલકો સામે કેસ : ન્યુજર્સીમાં આવેલા આ મંદિર પર બાંધકામ વખતે ૨૦૦ જેટલા કામદારોને ભારતથી છેતરપિંડી કરી લવાયાનો આક્ષેપ

ન્યુ યોર્ક, તા.૧૩ : અમેરિકાના ન્યુજર્સીમાં આવેલા બીએપીએસ સ્વમિનારાયણ મંદિર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. અમેરિકાની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) દ્વારા ફરિયાદ નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે. ન્યુજર્સીમાં આવેલા મંદિર પર બાંધકામ વખતે ૨૦૦ જેટલા કામદારોને ભારતથી છેતરપિંડી કરીને લવાયા હોવાનો આક્ષેપ છે.

માટેનો કેસ પણ ન્યૂજર્સીની ફેડરલ ડિસ્ટ્રીક કોર્ટમાં ફાઈલ કરાયો છે. અમેરિકી સમાચાર ચેનલ સીએનએનએ પોતાની વેબસાઈટ પર લખ્યું હતું કે ભારતીયોએ મળીને મંદિરના સંચાલકો સામે કેસ કર્યો છે. ન્યુયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ મંદિરના બાંધકામ માટે ભારતથી કામદારો લવાયા હતા. કામદારોને ત્યાં વેતન અને કામની શરતો અંગે જે વચનો અપાયા હતા પૂરા કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લેબર લો ઘણો કડક છે અને તેની શરતો બહાર કોઈ વ્યક્તિ પાસેથી કામ લઈ શકાતું નથી. ત્યારે કાયદાના ભંગ બદલ તેની સામે ફરિયાદ દાખલ થઇ છે. એવા પણ સમાચાર મળ્યા છે કે એફબીઆઈના અધિકારીઓ મોટી સંખ્યામાં મંદિરમાં આવ્યા હતા અને કલાકો સુધી તપાસ કરી હતી.

કામદારોને ધાર્મિક વિઝા હેઠળ અમેરિકા લવાયા હતા અને પછી તેમની પાસે મજૂરી કામ કરાવાયું હતું. જ્યારે કામદારો અમેરિકા પહોંચ્યા ત્યારે મંદિર સંચાલકોએ તેના પાસપોર્ટ જપ્ત કરી લીધા હતા અને તેમની પાસેથી સખત કામ લેવાયું હતું એવો ફરિયાદીઓનો આક્ષેપ છે. એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે કામદારોને મંદિરના અમુક વિસ્તારની બહાર જવા દેવામાં આવતા નહોતા. તેમને મહિને ૪૫૦ ડોલર મહેનતાણુ મળતું હતું, જેમાંથી ૫૦ ડોલર ભારતમાં બેક્ન ખાતામાં જમા કરાવાતા હતા.

ભારતમાં જમા થયેલી રકમ પણ કામદારો ત્યાં સરળતાથી મેળવી શકતા હતા. ફરિયાદીઓના વકીલ ડેનિયલ વોર્નરે કહ્યું કે મંદિર સંચાલકોએ કામદારો સાથે છેતરપિંડી કરી અમેરિકાના લેબર લો (મજૂર કાયદા)નો ભંગ કર્યો હતો. મજૂરી અને પથ્થરના ઘડતરની કામગીરી માટે ભારતની ચોક્કસ જ્ઞાતિના કામદારો પસંદ કરાયા હતા.

વ્યક્તિએ મળીને અંગે ફરિયાદ દાખલ કરી છે. તેમના વકીલ પેટ્રીસિઆ કાકલેકના કહેવા પ્રમાણે ૨૦૧૮થી ૨૦૨૦ સુધી કામદારો પાસે વગર રજાએ કામ કરાવાયું હતું. તેમને એવા સ્થળે રહેવા મજબૂર કરયા હતા, જ્યાં રહી શકાય. બીએપીએસની સીઈઓ કનુ પટેલનું નામ પણ ફરિયાદમાં છે. તેમણે કહ્યું હતું કે હું બધા આક્ષેપો નકારી કાઢુ છું.

 તો વળી બીએપીએસના સ્પોક્સપર્સન મેથ્યુ ફ્રેક્નલે એસોસિએટ પ્રેસને કહ્યું હતું કે અમે તમામ આરોપોને ગંભીર ગણી તેની તપાસ કરીશું. અહેવાલ પછી અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સને બીએપીએસના પ્રતિનિધિએ કહ્યું હતુ કે આક્ષેપો સાવ ખોટા છે.

જ્યારે સત્ય બહાર આવશે ત્યારે અમે સાચા સાબિત થઈશું. ન્યૂયોર્ક ટાઈમ્સે તેના રિપોર્ટમાં લખ્યું હતું કે કામદારોને ડોલરમાં કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવતી હતી. રીતે તેમની પાસે ૧૩ કલાક કામ કરાવાતુ હતું. એટસે હવે અમેરિકામાં અંગે કાયદેસરની કાર્યવાહી શરુ થઈ છે.

(7:49 pm IST)
  • ફરી રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ માથું ઊંચક્યું : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 359 અને ગ્રામ્યના 332 કેસ સાથે કુલ 691 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:39 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો અનાથ - નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય : કોવિડ19 સંક્રમણથી માતા-પિતા ગુમાવનારા અનાથ - નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000 ની સહાય આપશે : આ સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે access_time 7:28 pm IST

  • બિહારમાં ૨૫ મે સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું : બિહારમાં લાદવામાં આવેલ લોકડાઉન હવે ૨૫ મે સુધી લંબાવી દેવામાં આવ્યાનું બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જાહેર કર્યું છે. access_time 4:55 pm IST