Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

અમેરિકા વચન આપીને થઇ ગયું મૌન

ભારતની માંગ સામે કોરોના રસી અને દવાનો કાચો માલ ઓછો

નવી દિલ્હી, તા.૧૩: ભારતમાં કોરોનાની બીજી લહેરે આ મહામારી સામે ઉપયોગમાં લેવાતી લગભગ મોટા ભાગની રસી અને જરૂરી દવાઓના કાચા માલની અછત ઉભી કરી દીધી છે. થોડા દિવસ પહેલા ભારતને રસી માટેનો કાચો માલ આપવાનો વાયદો કરીને અમેરિકા પણ હવે મૌન બની ગયું છે. બીજી બાજુ ભારતમાં રેમડેસીવીર જેવી દવાઓની માંગમાં અનેકગણો વધારો થવાથી તેને બનાવનારી કંપની માટે કાચા માલની સમસ્યા ઉભી થઇ છે.

જે દેશોમાં કોરોનામાં ઉપયોગમાં લેવાતી દવાઓનું ઉત્પાદન થાય છે ત્યાંની સરકારો પણ ભારતમાં કોરોનાની ભયાવહ સ્થિતી જોઇને સાવધ થઇ ગઇ છે. તમામ દેશ આ પ્રકારની સ્થિતી માટે મેડીકલ સામગ્રીઓ ભેગી કરી રહયા છે. ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ કંપનીઓને કાચા માલના સપ્લાયમાં મદદ માટે તનતોડ મહેનત કરી રહયા છે પણ તેની અછત હજુ સુધી દુર નથી થઇ.

સુત્રોનું કહેવું છે કે ભારતની માંગ અણધારી રીતે વધી છે જેના કારણે આખા ફાર્મા ઉદ્યોગ માટે તે સપ્લાય કરવાનું મુશ્કેલ થઇ રહયું છે. રેમડેસીવરી જેવી  દવાનું ઘરેલુ ઉત્પાદન એક મહિનામાં ૧૦ હજારથી વધીને સાડા ત્રણ લાખ ડોઝ રોજના થઇ ગયું છે તો પણ ઘરેલુ માંગ પુરી નથી થતી. આની ઉત્પાદક કંપની ગીલીડ સાયન્સીસ એ પહેલા કહયું હતું કે તે ભારતને સાડાચાર લાખ ડોઝ આપશે પણ તેણે હજુ સુધીમાં પોણા બે લાખ ડોઝ  જ આપ્યા છે. સુત્રો અનુસાર રેમડેસીવીર અને () જુમાબ જેવી દવાઓ બહુ ઓછી બને છે. એટલે માંગમાં અચાનક વધારો થાય તો કંપની ધારે તો પણ તેના ઉત્પાદનમાં તાત્કાલીક વધારો ન કરી શકે.બીજી તરફ ભારતને કાચો માલ સપ્લાય કરવા બાબતે અમેરિકન સરકાર પણ ઝડપથી નિર્ણગ નથી લઇ રહી. ભારતે કાચા માલની જરૂરી યાદી ત્યાંની સરકારને સોંપી દીધી છે. નવી દિલ્હીમાં અમેરીકાના ઉપરાજદૂત ડેન સ્મિથે કહયું કે ભારતની યાદી પર વિચાર કરવામાં આવી રહયો છે કે અમેરિકા કેવી રીતે અને કેટલી મદદ કરી શકે તેમ છે.

(4:18 pm IST)