Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારૂઓએ ગોલ્ડ લોનની ઓફિસમાંથી ધોળેદિવસે ૨૦ લાખની કરી લૂંટ

ગોલ્ડ લોન ઓફિસના કર્મચારીઓને હથિયારોથી બાનમાં લઈ રોકડઃ વિદેશી કરન્સી અને ઘરેણાં સહિત ૨૦ લાખની કરી લૂંટ

છપરા, તા.૧૩: બિહારમાં ચાલી લોકડાઉન હોવા છતાં છપરામાં અપરાધની ઘટનાઓ ઘટવાનું નામ નથી લઈ રહી. બુધવારે છપરામાં યૂની મની ગોલ્ડ લોન કંપનીની ઓફિસમાંથી ધોળા દિવસે રોકડ, વિદેશી કરન્સી અને ઘરેણાં સહિત ૨૦ લાખ રૂપિયાની લૂંટ થઈ છે. અપરાધી ગ્રાહકના સ્વાંગમાં કંપનીની ઓફિસ પહોંચ્યા અને હથિયારથી ડરાવીને લૂંટની દ્યટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા.

નંદન પથની પાસે બનેલી આ દ્યટના બાદ પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. ઘટના દરમિયાન અપરાધીઓએ ગોલ્ડ લોન કંપનીના કર્મચારીઓ સાથે મારઝૂડ પણ કરી. આ ઘટનાનો લાઇવ વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો જેના આધાર પર પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે. નગર પોલીસ સ્ટેશન અધ્યક્ષ વિમલ કુમારે દ્યટનાની પુષ્ટિ કરી છે જોકે તેમણે કહ્યું કે લેખિત નિવેદન મળ્યા બાદ કેટલા રોકડની લૂંટ થઈ છે તેની માહિતી મળી શકશે.

ઘટનાની જાણકારી મળ્યા બાદ એસ.પી. પોતે ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી. છપરાના એસ.પી. સંતોષ કુમારે જણાવ્યું કે સીસીટીવી ફુટેજના આધાર પર અપરાધીઓની ઓળખ કરી ધરપકડનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છપરામાં હાલના દિવસોમાં અપરાધની ઘટનાઓ વધી ગઈ છે. હાલમાં જ બનિયાપુરમાં સીએસપી સાથે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. હજુ પોલીસ આ મામલાનું પગેરું શોધી નથી શકી ત્યારે એક નવા મામલાએ પોલીસની મુશ્કેલી વધારી દીધી છે.

(12:50 pm IST)