Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

વળી નવો ફેરફાર આવી રહ્યો છે ! કોવીશિલ્ડના બે ડોઝ વચ્ચે ત્રણથી ચાર મહિનાનું અંતર રાખવા એડવાઇઝરી ગ્રુપની સરકારને ભલામણ

કોવિશિલ્ડ કોરોના વેકસીનના બે ડોઝ વચ્ચે ૧૨ થી ૧૬ અઠવાડિયાનું અંતર રાખવા  નેશનલ  ટેકનિકલ એડવાઇઝરી ઓન ઇમ્યુનોલોજી ગ્રુપે  ભલામણ કરી છે. આ ગ્રુપે કોવેકસીનના બે ડોઝ વચ્ચે હાલની જોગવાઈમાં(૪ અઠવાડિયા-૨૮ દિવસ) કોઈ પરિવર્તન કરવાનું સૂચવ્યું નથી, તેમ ટોચના સરકારી વર્તુળોએ જણાવ્યું છે. અત્યારે છેલ્લા ફેરફારો મુજબ કોવિશિલ્ડ કોરોના વેકસીનના બે ડોઝ વચ્ચે ૨૮ ને બદલે ૪૨ દિવસનો ગેપ રાખવાની વ્યવસ્થા ગોઠવાઈ છે. હવે સંભવતઃ તેમાં પણ ફેરફાર આવશે. વેકસીનની અછત નિવારવા માટેનો તોડ કાઢ્યો કે કેમ તેની પણ ચર્ચા શરૂ થઈ છે.

(12:38 pm IST)