Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજકોટમાં આજે ૩૯ મોતઃ નવા ૧૧૨ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૩૮ પૈકી ૮ કોવીડ ડેથ થયા : શહેરનો કુલ આંક ૩૮,૬૨૨એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૩૫,૬૬૩ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૯૨.૬૦ ટકા થયો

 રાજકોટ તા. ૧૩: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૩૯ નાં મૃત્યુ થયા છે. જયારે બપોર સુધીમાં ૧૧૨ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૧૨નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૧૩નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૧૧૨ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૩૮ પૈકી ૮ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૨૫૪૬ બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૧૨ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૧૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૮,૬૨૨ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૩૫,૬૬૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૫૬૭૮  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૮૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૦૪ ટકા થયો  હતો. જયારે ૪૧૩ દર્દીઓ સાજા થયા છે.

આજ દિન સુધીમાં ૧૦,૭૮,૫૧૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૮,૬૨૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૫૭ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૨૬૭૪  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:14 pm IST)