Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

કોરોનાએ તો ભારે કરી ! કોરોનાગ્રસ્ત એક જ વ્યકિતનું બે વાર અવસાન થયું

અંતિમ સંસ્કારની થઇ રહી હતી તૈયારી : અચાનક જીવતો થયો મૃત યુવક : કોરોનાકાળમાં સાંભળવા મળે છે અજીબોગરીબ કિસ્સા! અર્થી પર મૂકતાની સાથે જ 'મૃતક'ના ચહેરા પર સ્મિત જોવા મળ્યુ

ગ્વાલિયર,તા.૧૩:  કોરોના મહામારીમાં તમે અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે, અમુક અમાનવીય કિસ્સા તો અમુકમાં માનવતા છલકાતી હશે. પરંતુ ગ્વાલિયરથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં કોરોનાગ્રસ્ત વ્યકિતનું એક જ દિવસમાં બે વાર મૃત્યુ થયું છે. પરિવારના લોકોનો દાવો છે કે મૃત્યુ પછી એક યુવક ફરીથી જીવિત થયો હતો. અર્થી પર મૃતદેહ મુકયો અને તેના ચહેરા પર સ્મિત આવી ગયું અને ફીણ નીકળવા લાગ્યું. પરિવારના લોકોએ તાત્કાલિક પલ્સ મીટર લગાવીને ચેક કર્યું તો પલ્સ ૮૦ હતા.

પરિવારના લોકો તેને ફટાફટ હોસ્પિટલ લઈ ગયા. તેમના જણાવ્યા અનુસાર, લગભગ પાંચ હોસ્પિટલોમાં આંટા માર્યા પરંતુ કોઈએ તેને દાખલ ના કર્યો. ત્યારપછી એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો અને ડોકટરોએ ઓકિસજન આપવાની શરુઆત કરી. પરંતુ થોડા કલાક પછી ડોકટરોએ ફરીથી મૃત જાહેર કર્યો. આ દ્યટના મુરારના કૃષ્ણાપુરી વિસ્તારની છે.

વિસ્તારથી વાત કરીએ તો મુરારના કૃષ્ણાપુરી વિસ્તારમાં રહેતો ૨૬ વર્ષીય આયુષ શ્રીવાસ્તવ મુંબઈની એક કંપનીમાં નોકરી કરતો હતો. કોરોનાને કારણે કંપનીએ વર્ક ફ્રોમ હોમ કરવાનું કહ્યું. આયુષ પોતાનો સામાન લઈને દ્યરે પાછો આવી ગયો. તે દ્યરેથી જ કામ કરતો હતો. થોડા દિવસ પહેલા તેની તબિયત ખરાબ થઈ ગઈ. ૩જી મેના રોજ પરિવારના લોકોએ તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો. ૧૧મી મે મંગળવારના રોજ સવારે ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો.

ડોકટરોની વાત સાંભળીને આયુષના ઘરમાં માતમનો માહોલ છવાઈ ગયો. પરિવારે અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી. મૃતદેહને અર્થી પર મુકવામાં આવ્યો તો આયુષના ચહેરા પર સ્મિત જોવાયું. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. આ જોઈને પરિવારના લોકો ચોંકી ગયા. તેની આંગળી પર પલ્સ મીટર મુકવામાં આવ્યું તો પલ્સ રેટ ૮૦ હતી અને શ્વાસ પણ ચાલતા હતા.

ત્યાં જ ઉભેલી એમ્બ્યુલન્સમાં તેને હોસ્પિટલ લઈ ગયા. ખાનગી હોસ્પિટલોમાં તેને દાખલ કરવામાં ના આવ્યો. આખરે તેને જયારોગ્ય હોસ્પિટલ લઈ ગયા જયાં ડોકટરોએ ઓકિસજન લગાવીને પૂરતા પ્રયાસ કર્યા પરંતુ બપોરે ચાર વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યો. ત્યારપછી પરિવારના લોકો ફરી એકવાર મૃતદેહ લઈને દ્યરે આવ્યા અને અંતિમ સંસ્કાર કર્યા.

જો કે, ડોકટરોનું કહેવું છે કે આ શકય નથી. ઘણી વાર મૃત્યુ પછી માણસનું શરીર ગરમ હોય છે જેના કારણે ગતિવિધીઓ થઈ જાય છે. આનાથી લોકોને લાગે છે કે વ્યકિત જીવિત છે. પરંતુ તે વાસ્તવમાં મૃત જ હોય છે.

(10:22 am IST)