Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

દેશમાં કોરોનાના નવા કેસ અને રિકવરી સમાંતર :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :કુલ કેસની સંખ્યા 2,37 કરોડને પાર પહોંચી :રિકવર થનાર દર્દીઓની સંખ્યા 2 કરોડ નજીક : કર્ણાટકમાં સૌથી વધુ 5,92 લાખથી એક્ટિવ કેસ

કુલ સક્રિય કેસોમાં 13 રાજ્યોનો હિસ્સો 82.51 ટકા: રાષ્ટ્રીય રીકવરી દર 83.04 ટકા થયો

નવી દિલ્હી : કોરોના વાઇરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. અહીં રાહતની વાત એ છે કે ભારતમાં સક્રિય કેસની કુલ સંખ્યા બુધવારે ઘટીને 37,04,99 પર આવી છે. જે હવે દેશના કુલ સકારાત્મક કેસોના 15.87 ટકા છે. છેલ્લા 24 કલાકમાં, સક્રિય કેસોમાં 11,122 કેસોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. સક્રિય કિસ્સાઓમાં ઘટાડો થવાનો આ સતત બીજો દિવસ છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 2.37 કરોડ નોધાયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક 2.59 લાખ ને પાર પહોચ્યો છે. કુલ સક્રિય કેસોમાં 13 રાજ્યોનો હિસ્સો 82.51 ટકા છે. દેશમાં કુલ રિકવરી હવે 2 કરોડ નજીક છે. ભારતની કુલ રિકવરી આજે 1,93,82,642 થઈ છે. રાષ્ટ્રીય રીકવરી દર 83.04 ટકા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાક દરમિયાન 3,48,421 નવા કેસ નોંધાયા હતા. નવા કેસોમાં દસ રાજ્યોનો 71.22 ટકા હિસ્સો છે.

(1:07 am IST)
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો અનાથ - નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય : કોવિડ19 સંક્રમણથી માતા-પિતા ગુમાવનારા અનાથ - નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000 ની સહાય આપશે : આ સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે access_time 7:28 pm IST

  • પશ્ચિમ બંગાળના ભાજપ સાંસદ અર્જુન સિંઘના નિવાસ ઉપર દેશી બોમ્બથી હુમલો : ભારતીય જનતા પક્ષના પશ્ચિમ બંગાળના સાંસદ અર્જુન સિંહે કહ્યું છે કે ચારથી પાંચ લોકોએ તેના મકાન ઉપર જગદ્દલ ખાતે દેશી બોમ્બથી હુમલો કર્યો છે. તૃણમૂલ કોંગ્રેસ લાંબા સમયથી પોતાની હત્યાનો કારસો રચી રહયાનું અર્જુનસિંઘે જણાવેલ. access_time 4:15 pm IST

  • પશ્ચિમ બંગાળના હાબરા ખાતે વધુ એક ભારતીય જનતા પક્ષના કાર્યકર ઉપર હુમલો થયો છે. માતા અને પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. મકાનમાં થયેલી ભાંગફોડ અને હેબતાઈ ગયેલ પરિવાર નજરે પડે છે. ટ્વિટર ઉપર વાયરલ થયેલ વિડિયો access_time 12:34 am IST