Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ઈંગ્લેન્ડમાં લોકડાઉન હળવું કરાયું : કર્મચારીઓને ચાલીને અથવા સાયકલ ઉપર કામે જવાની સલાહ

લંડન : ઈંગ્લેન્ડમાં લોકડાઉન હળવું કરાયું છે. જે  અંતર્ગત ઘેરબેઠા કામ નહીં કરી શકતા કર્મચારીઓને ચાલીને અથવા સાયકલ ઉપર કામે જવાની સલાહ અપાઈ છે.તથા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ બને ત્યાં સુધી ઓછો કરવા જણાવાયું છે.
ઉપરાંત માસ્ક પહેરવાની અને સોશિઅલ ડિસ્ટન્સ જાળવી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને લોકોને સાવચેત રહેવાની પણ સલાહ આપી છે.કારણકે કોરોના ફરીથી પણ ઉથલો મારી શકે છે.તેમછતાં લાંબો સમય લોકડાઉન ચાલુ રાખવું યોગ્ય નહીં જણાવાથી સાવચેતી સાથે વર્તવા અને બહાર જઈ શકવા અનુમતિ આપવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:23 pm IST)