Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉનથી અત્યાર સુધીમાં ૪૧૮ના મોત : સૌથી વધુ ૯૧ લોકોએ આત્મહત્યા કરી

કોરોના કરતાં લોકડાઉન કાળ બન્યોઃ કોઇની પાસે કામ ન હતું, તો કોઇનું ડરથી મૃત્યુ થયું

નવી દિલ્હી, તા., ૧૩: દેશમાં અત્યારે સુધીમાં ર,રર૦ લોકોએ કોરોનાથી હારીને જીવ ગુમાવ્યો છે. પરંતુ માત્ર આ ૨૨૦૦ લોકો જ નથી જેમણે કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત ૪૧૮ લોકો એવા પણ છે જેમનો જીવ કોરોના સંક્રમણના કારણે નહી પરંતુ લોકડાઉનના કારણે ગયો છે. આ આંકડો ૧૧ મે સુધીનો છે.

ઉતરપ્રદેશમાં એક શહેર છે કિશની,  અહી એક નાનકડુ ગામ છે રવિદાસપુર. આ એ ગામ છે જયાં કયારેક સત્યમ રહેતો હતો. તે પરીવારનું પેટ ભરવા માટે જયપુર ચાલ્યો ગયો હતો. ત્યાં ઇંટની ભઠ્ઠીમાં મજુરી કરવા લાગ્યો લોકડાઉનના લીધે તેનું કામ સાવ બંધ થઇ ગયું હતું તેણે આ કારણે જયપુરમાં પોતાના જ રૂમમાં આત્મહત્યા કરી લીધી. બિહારના ગયામાં રહેતા ૩૮ વર્ષના રાજેશ રાઉતે પણ  ૯ મેના રોજ આત્મહત્યા  કરી લીધી, કેમકે લોકડાઉનના કારણે ૪૭ દિવસોથી તેનો ધંધો   બંધ હતો. ઘર ચલાવવા માટે પૈસા પણ ઓછા હતા. સત્યમ અને રાજેશની જેમ કેટલાય લોકોએ ધંધો ચોપટ થવાના કારણે આત્મહત્યા કરી લીધી.  રાજસ્થાનના ચુરૂમાં વોચમેનની નોકરી કરનારા ૩૦ વર્ષના મુકેશે કોરોના થયો હોવાનું માનીને આત્મહત્યા કરી લીધી. તે ખુદને કોરોના સંક્રમિત સમજતો હતો, જો કે તેના મૃત્યુ બાદ તેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો. પંજાબના મોહાલી શહેરમાં રહેતા ૬પ વર્ષના ઓમકારે એટલે આત્મઞતયા કરી કેમકે વડાપ્રધાને લોકડાઉન ૧૪ એપ્રિલ પછી પણ વધારી દીધું હતું. ૧૧ મે સુધી કુલ ૯૧ લોકો આત્મહત્યા કરી ચુકયા છે. આ એ લોકો છે જેમની નોકરી લોકડાઉનના કારણે ચાલી ગઇ છે અથવા તો કામ બંધ થઇ ગયું છે.

(3:46 pm IST)