Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

નેપાળમાં મોડી રાત્રે પ.૩ ની તીવ્રતાના ભૂકંપના આંચકા

કાઠમાંડુ : નેપાળમાં મોડી રાતે પ.૩ની તિવ્રતાના આંચકા અનુભવાયા હોવાનું રાષ્ટ્રીય ભૂકંપીય કેન્દ્રએ જણાવેલ. રાતે ૧૧.૩૦ આવેલ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજધાની કાઠમાંડુથી ૧૮૦ કિ.મી. પૂર્વમાં દોખલા જીલ્લામાં છે. આ કંપન કાઠમાંડુના આસપાસના વિસ્તારોમાં પણ અનુભવાયેલ. ર૦૧પમાં આવેલ વિનાશકારી ભૂકંપની નેપાળવાસીઓમાં યાદ તાજી થઇ ગઇ હતી. જેમાં હજારથી વધુના મોત થયેલ. હાલ જાનમાલના નુકશાનની માહિતી સામે આવી નથી. 

(3:06 pm IST)