Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ભારતમાં કોરોના ટેસ્ટમાં ૨૪માંથી એક જયારે અમેરીકામાં ૭માંથી ૧ વ્યકિત પોઝીટીવ

કોરોના મહામારીથી નિપટવા મોટાભાગના દેશોએ ટેસ્ટીંગમાં વધારો કર્યો છે. વાયરસથી સૌથી વધુ પ્રભાવીત એવા  અમેરીકા સહિત ૧૧ દેશોમાં ૧૦ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરાયા છે. અમેરીકામાં સૌથી વધુ ૯૬ લાખ લોકોની તપાસ કરાઇ છે. અહિં એવરેજ દર સાતમાંથી એક વ્યકિત પોઝીટીવ આવે છે. અમેરીકામાં ટેસ્ટના કારણે સૌથી વધુ દર્દીઓ મળ્યા છે. કુલ ટેસ્ટના મામલે ભારત સાતમાં સ્થાને છે. દેશમાં ૨૪.૧ ટેસ્ટમાંથી એક પોઝીટીવ આવે છે. યુએઇમાં ૬૧ તો રશીયામાં ૨૫ ટેસ્ટમાંથી એકના સંક્રમણની પુષ્ટી થઇ છે. જયારે કેનેડામાં ૧૧,૩૫,૯૮૪ ટેસ્ટ થયા છે. દર ૧૬ વ્યકિતએ એક દર્દી મળ્યો છે.

દેશનું સૌથી પ્રભાવીત રાજય મહારાષ્ટ્ર

દેશમાં સૌથી વધુ ટેસ્ટ તામીલનાડુમાં કરાયા છે. અહિં દરેક ૨૯ ટેસ્ટમાંથી એક સંક્રમીત મળેલ. સૌથી પ્રભાવીત ૯ રાજયોમાં આધપ્રદેશમાં  દર ૯૪ ટેસ્ટે એક અને મહારાષ્ટ્રમાં દર ૧૦ ની તપાસે એક દર્દી સંક્રમીત મળે છે.

રાજય

કોરોનાટેસ્ટ

સંક્રમીત

ટેસ્ટમાં કેસની ટકાવારી  

મહારાષ્ટ્ર

૨,૨૫,૫૨૪

૨૩,૪૦૧

૯.૬ ટકા

ગુજરાત

૧.૧૬,૪૭૦

૮૯૦૪

૧૩.૧ ટકા

તામીલનાડુ

૨,૫૪,૮૯૯

૮૭૧૮

૨૯.૨ ટકા

દિલ્હ

૧,૦૬,૧૦૮

૭૬૩૯

૧૩.૯ ટકા

રાજસ્થાન

૧,૮૪,૮૫૩

૪૦૫૬

૪૫.૬ ટકા

મધ્યપ્રદેશ

૮૦,૮૮૫

૩૯૮૬

૨૦.૩ ટકા

ઉત્તરપ્રદેશ

૧,૩૫,૭૬૦

૩૫૭૧

૩૮ ટકા

પ.બંગાળ

૫૨,૬૨૨

૨૧૭૩

૨૪.૨ ટકા

આંધ્રપ્રદેશ

૧,૯૧,૮૭૪

૨૦૫૧

૯૩.૬ ટકા

(3:04 pm IST)