Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

લોકડાઉન પછી આ સેકટરોમાં વધશે નોકરીની તકો

આઇટી અને ફાર્મા કંપનીઓમાં પડશે જરૂરઃ ટેકનોલોજીમાં આવડત ધરાવતા લોકોની પણ માંગ વધશે

નવી દિલ્હી,તા.૧૩: લોકડાઉનના કારણે થઇ રહેલા નુકસાનના કારણે કેટલાય સેકટરોમાં લોકોની નોકરીઓ પર જોખમ મંડરાઇ રહ્યું છે. તો કેટલાય સેકટરોમાં નોકરીઓ જતી પણ રહી છેે. પણ આ દરમ્યાન કેટલાક એવા સેકટરો પણ સામે આવ્યા છે. જેમાં આગામી સમયમાં કેટલાય પ્રકારની નોકરીઓની તક મળશે. નિષ્ણાંતોનું અનુમાન છે કે ઘણા બધા સેકટરોમાં નોકરીઓ ઘટાવ છતાં એજ્યુટેક, ઇ-કોમર્સ, ટ્રાન્સપોર્ટ અને લોજીસ્ટીકની સાથે જ ફાર્માસ્યુટીકલ સેકટર્સ હાયરીંગ ચાલું રહેશે.

એજ્યુટેક અને ઓફિસ ઓટોમેશન કંપનીઓ હાયરીંગ વધારી શકે છે. આ ઉપરાંત હેલ્થકેર, ફાર્મા અને મેડીકલ ઉપકરણો સાથે સંકળાયેલી કંપનીઓને ટેલેન્ટની જરૂર પડશે. લોકડાઉન દરમ્યાન આ કંપનીઓનો ધંધો વધ્યો છે અને તેમને સેલ્સ અને માર્કેટીંગ, એન્જીનીયરીંગ, રિસર્ચ અને ટેસ્ટીંગમાં માણસોની જરૂર પડશે.

ટેકનોલોજીમાં ખાસ આવડત ધરાવતા લોકોની માંગમાં વધારો થઇ શકે છે. દેશની ટોચથી કંપનીઓને આવી ટેલન્ટની જરૂર પડશે.

હ્યુમન રિસોર્સીઝ સોલ્યુશન કંપની પીપલસ્ટ્રોગ અનુસાર ફાર્મા સેકટરમાં રિસર્ચ, ટેસ્ટીંગ અને સેલ્સ જેવા વિભાગો માટે હાયરીંગ કરવામાં આવશે. કંપનીઓ એવા પ્રોફેશનલની શોધ કરશે. જે આગામી સમયમાં આ પ્રકારના સંકટની સ્થિત થાય ત્યારે કામ આવી શકે.

(1:14 pm IST)