Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

જાન્યુઆરીમાં જિયોના ગ્રાહકો ૪.૯૩ લાખ : ગુજરાતમાં મોબાઇલ યુઝરમાં ૪.૬૬ લાખનો વધારો થયોઃ ટ્રાઈ

જામનગર,તા.૧૩ : ઇન્ટરકનેકટ યુઝેજ ચાર્જ (આઇયુસી) લેવા છતાં  ગુજરાતમાં  જિયોના  સબસ્ક્રાઇ બર્સમાં વધારો જળવાઈ રહ્યો છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ જાહેર કરેલા ટેલીકોમ સબસ્ક્રિપ્શનનાં લેટેસ્ટ આંકડા મુજબ, ગુજરાતમાં મોબાઇલ યુઝરની સંખ્યામાં જાન્યુઆરી, ૨૦૨૦માં ૪.૬૬ લાખનો વધારો થયો હતો. આ જ મહિનામાં જિયોના સબસ્ક્રાઇબરની સંખ્યામાં ૪.૯૩ લાખનો વધારો થયો હતો. હકીકતમાં વોડાફોન આઇડિયાએ ગુમાવેલા લગભગ તમામ ગ્રાહકો જિયોને મળ્યા છે. આ રીતે જાન્યુઆરી, ૨૦૨૦ માં અંત સુધીમાં ગુજરાતમાં મોબાઇલના કુલ યુઝર ૬.૭૯ કરોડ હતા. કુલ વૃધ્ધિમાં જિયોએસૌથી વધુ ૪.૯૩ લાખ  યુઝરનું પ્રદાન કર્યુ હતું.  પછી  ભારતી એરટલનાં ગ્રાહકોમાં ૧.૦૭ લાખ અને બીએસએનએલના ગ્રાહકમાં આશરે ૧૨,૩૦૦ યુઝરનો વધારો  થયો હતો. એકમાત્ર વોડાફોન આઇડિયાએ ૧.૪૭ લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા.

જોકે, સબસ્ક્રાઇબરમાં સતત ઘટાડો થવા છતાં વોડાફોન આઇડિયાએ૨.૭૩ કરોડ યુઝર સાથે ચાર્ટમાં ટોચનું સ્થાન જાળવી રાખ્ય છે. પછી બીજા સ્થાને ૨.૩૩ કરોડ યુઝર  સાથે જિયો અને ૧.૧૦ કરોડ યુઝર સાથે  એરટેલ  ત્રીજા સ્થાને છે.  સરકારી કંપની બીએસએનએ ૬૦.૯૭ લાખ  યુઝર ધરાવે છે. આ રીતે રાજયમાં કુલ ૬.૭૯ કરોડ મોબાઇલ યુઝર ધરાવે છે.

જિયોએ ગુજરાતમાં વાયરલાઇન કનેકશન પ્રદાન કરવાની શરૂઆત કરી છે અને જાન્યુઆરી, ૨૦૨૦માં વાયરલાઇન કનેકશન ધરાવતી બીજી સૌથ મોટી કંપની બની ગઈ છે. રાજયમાં સૌથી વધુ ૭.૩૮ લાખ યુઝરસાથે બીએસએનએલ જાન્યુઆરીમાં જિયોના ગ્રાહકો ૪.૯૩ લાખ : ગુજરાતમાં મોબાઇલ યુઝરમાં ૪.૬૬ લાખનો વધારો થયોઃ ટ્રાઈ  સૌથી વધુ વાયરલાઇન કનેકશન ધરાવે છે અને પ છી ૧.૩૯ લાખ યુઝર સાથે જિયો બીજા સ્થાને છે. ભારતી એરટેલ ૯૭,૦૦૦લેન્ડલાઇ કનેકશન ધરાવે છે, તો ટાટા ટેલી ૮ ૫,૦૦૦થી વધારે યુઝર ધરાવે છે. વોડાફોન આઇડિયા અને રિલાયન્સ કમ્યુનિકેશન રાજયમાં  અનુક્રમે ૩૩,૦૦૦ અન ૧૧,૦૦૦ લેન્ડલાઇન કનેકશન ધરાવે છે.

જાન્યુઆરી, ૨૦૨૦માં  અંત સુધીમાં ગુજરાતમાં ૧૧.૦૪ લાખ વાયરલાઇન કનેકશન  હતા  એવી  જાણકારી ટ્રાઈના રિપોર્ટમાં મળી હતી.

(1:06 pm IST)