Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

‘કોરોનાકાળ' ર વર્ષ રહેશેઃ સતત કાળજી રાખવી પડશે

જેવું સામાજિક અંતર ઘટશે તેવી મહામારી વધશેઃ બધા દેશોએ પોતાની ક્રિટિકલ કેર ક્ષમતા બમણી કરવી જરૂરી : કેસ ઘટે એટલે બેફિકર નથી થવાનું: કોરોના થોડા-થોડા સમયે આવતો રહેશેઃ અભ્‍યાસમાં ખુલાસો

ન્‍યુયોર્ક તા. ૧૩ : તાજા અભ્‍યાસોમાંથી સંકેત મળ્‍યા છે કે કોરોના મહામારી લાંબો સમય ચાલવાના અણસાર છે. રિસર્ચરોનું કહેવું છે કે દુનિયાભરમાં ફકત થોડો સમય સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગથી કામ નથી ચાલવાનું આપણે આવતા બે વર્ષ માટે બચાવની તૈયારીઓ કરવી પડશે.

તેમનું અનુમાન છે કે સંક્રમણનું ભાવિ ભૌગોલિક સ્‍થિતી, હવામાનથી માંડીને તેને રોકવાની નીતિઓ, સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગ, હર્ડ ઇમ્‍યુનીટી જેવી વિભીન્ન બાબતો પર આધાર રાખશે. એટલે, સંક્રમીતોની સંખ્‍યામાં ઘટાડો થાય તો નિીત બનીને બેસી રહેવું ન જોઇએ. ભવિષ્‍યમાં પણ સંક્રમણ અવાર નવાર આવતું રહેશે અને તેમાં પહેલા કરતા વધારે વધારો પણ જોવા મળી શકે છે.

હાર્વર્ડ એચ. ટી. ચાન સ્‍કુલ ઓફ પબ્‍લીક હેલ્‍થના મહામારી નિષ્‍ણાંત ડોકટર માર્ક લિપસિચ અનુસાર, નજીકના ભવિષ્‍યમાં સંક્રમણ રોકાવું મુશ્‍કેલ છે. લિપસિચ હાલમાં જ થયેલા બે અભ્‍યાસના સહલેખક છે. તેમાંથી એક અભ્‍યાસ યુનિવર્સિટી ઓફ મિનેસોટા અને બીજો હાર્વર્ડ યુનિવર્સિટીમાં થયો છે. અભ્‍યાસમાં કહેવાયા અનુસાર, કોરોનાની વર્તમાન લહેરમાં વધારે કેસો આવશે. પછી તેમાં ઘટાડો થયા પછી આ જ વરસમાં ફરીથી સંક્રમિતોનો ગ્રાફ ઉપર ચડવા લાગશે. ર૦રર સુધી ચઢાવ ઉતાર પછી મહામારી ખતમ થઇ જશે. અત્‍યારની લહેર નબળી પડયા પછી શિયાળામાં તે ફરીથી ઉંચાઇએ પહોંચી જશે. પછી તે ઝડપથી નીચે આવશે અને ત્‍યારબાદ બે વર્ષ સુધી આ મહામારી નાની નાની લહેરોમાં આવતી રહેશે. આને ફોલ પીક મોડલ કહેવામાં આવે છે. આ સ્‍થિતિ ૧૯૧૮-૧૯ માં આવેલ સ્‍પેનીશ ફલુ મહામારી જેવી હશે. માર્ચથી મે સુધીમાં ટોચ પર પહોંચ્‍યા પછી આ મહામારી મોટા ચડાવ ઉતાર વગર ર૦રર સુધી ચાલતી રહેશે તે શકયતાઓને ધ્‍યાનમાં રાખતા નિષ્‍ણાંતોનું કહેવું છે કે આપણે આગામી ૧૮-ર૪ મહિના માટ કોરોના સંક્રમણ માટ તૈયાર રહેવું પડશે.

(11:48 am IST)