Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

નૈઋત્યનું ચોમાસુ ભારતના કાંઠે ટકોરા મારવા લાગ્યું

૧૮-૧૮ મે આસપાસ પોર્ટ બ્લેર અને આંદામાન-નિકોબાર ટાપુઓ ઉપર ઘણા સ્થળોએ ચોમાસુ આવી પહોંચશે

રાજકોટઃ શ્રી અક્ષય દેવરસે તેના ટવીટર હેન્ડલ ઉપર જાહેર કર્યું છે  કે નૈઋત્યનું ચોમાસુ ૨૨ મેના રોજ સામાન્ય રીતે આંદામાન-નિકોબાર ઉપર છવાઇ જતુ હોય છે. અને આ વર્ષે તેમાં મોડુ થાય તેવા કોઇ કારણો જોવા મળતા નથી.

શ્રી અક્ષય દેવરસજી સ્પષ્ટ નોંધે છે કે નૈઋત્યનું ચોમાસું પોર્ટ બ્લેર અને આંદામાન-નિકોબાર ટાપુના ઘણા વિસ્તારોમાં ૧૭-૧૮ મે  સુધીમાં પહોંચી જશે.

તેમણે લખ્યુ છે લોવર-ટ્રોપોસ્ફીયરમાં ક્રોસ મજબુત બનેલા ઇકવોટોરીયલ ફલો અને સાથે અપર ટ્રોપોસ્ફીયરમાં ''વીક રીવર્સલ'' એ ચોમાસાના આગમનના સ્પષ્ટ એંધાણો છે.

આમ નૈઋત્યનું ચોમાસુ દેશમાં સાવ ઢુંકડુ આવી  પહોંચ્યુ છે. પ્રચંડ હીટવેવના પગલે અને કમોસમી વરસાદની રમઝટ વચ્ચે આંદામાન-નિકોબારમાં ચોમાસુ હવે એકાદ અઠવાડીયામાં આવી પહોંચશે તેવા સ્પષ્ટ નિર્દેશો વચ્ચે હવામાન શાસ્ત્રીઓ કેરળમાં પણ જુનના પ્રારંભે કે તેથી વહેલુ ચોમાસુ બેસી જશે તેવુ માને છે. જેની ઓલબેલરૂપે શ્રીલંકામાં જોરદાર વરસાદી માહોલના વાવડ મળે છે.

(11:40 am IST)