Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

દેશમાં કોરોનાના કુલ કેસ ૭૪ હજારને પાર : મૃત્યુઆંક ૨૪૧૫

મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૨૪ હજારથી વધુ : ૨૪ હજારથી વધુ સ્વસ્થ્ય થયા : તામિલનાડુમાં ૮૦૦૦થી વધુ કેસ

નવી દિલ્હી તા. ૧૩ : દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૪ હજારને પાર થઇ છે તેમજ કુલ મૃત્યુઆંક ૨૪૧૫ થયા છે અને ૨૪ હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા ૨૪,૪૨૭એ પહોંચી છે તેમજ મૃત્યુઆંક ૯૨૧ થયો છે. ગઇકાલે મહારાષ્ટ્રમાં ૧૦૨૬, તામિલનાડુમાં ૭૧૬, દિલ્હીમાં ૪૦૬, ગુજરાતમ)ં ૩૬૨, મધ્યપ્રદેશમાં ૨૦૧, રાજસ્થાનમાં ૧૩૮, પ.બંગાળમાં ૧૧૦ અને બિહારમાં ૮૧ સહિત ૩૪૭૪થી વધુ રીપોર્ટ પોઝીટીવ આવ્યા.

મધ્યપ્રદેશમાં જૂન - જુલાઇમાં કોરોના વેગ પડકશે એવો અનુમાન લગાવાય રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં ૮૦ હજારથી વધુ દર્દી થશે. ઇન્દોરમાં સંક્રમિતોની સંખ્યા ૧૩,૦૦૦ની નજીક હશે.

યુપીમાં કોરોના ૯૧ કેસ નોંધાયા. સંક્રમણની અસર ૭૪ જિલ્લામાં ફેલાઇ ચૂકી છે તેમજ ૮૨ના મોત થયા છે. કુલ સંક્રમિતોની સંખ્યા ૩૬૬૪ થઇ છે.

રાજસ્થાનમાં ૧૩૮ નવા કેસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા ૪૧૨૬ થઇ છે તેમજ દિલ્હીમાં ૪૦૬ કોરોના કેસની પુષ્ટિ થતા કુલ કેસની સંખ્યા ૭૬૩૯ થઇ છે. બિહારમાં સંક્રમિતોની સંખ્યા ૮૩૦ થઇ છે.

(3:02 pm IST)