Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

સેંસેક્સ ૬૩૭ પોઇન્ટ વધી ૩૨,૮૪૫ની સપાટી ઉપર

નિફ્ટી ૯૩૦૦થી ઉપરની સપાટીએ બંધ : નિફ્ટી ૧૮૬ પોઇન્ટ સુધરીને ૯૩૮૩ની સપાટીએ બંધ મિડકેપમાં ૧.૫૩ ટકા, સ્મોલકેપ ૨.૦૩ ટકાનો સુધારો

મુંબઈ, તા. ૧૩ : આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર ૨.૦૩ ટકા થી વધારે મજબૂત થઈને બંધ થયા છે. આજે નિફ્ટી ૯૩૦૦ ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે ૩૨૦૦૦ ઊપર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ ૯,૫૮૪.૫૦ સુધી પહોંચ્યો તો સેન્સેક્સ ૩૨,૮૪૫.૪૮ સુધી પહોંચ્યો હતો. સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૧.૫૩ ટકા વધીને ૧૧,૫૮૬.૪૩ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ૨.૦૩ ટકાની મજબૂતીની સાથે ૧૦,૭૮૦.૩૧ પર બંધ થયા છે. અંતમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૬૩૭.૪૯ અંક એટલે કે ૨.૦૩ ટકાની મજબૂતીની સાથે ૩૨૦૦૮.૬૧ ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના ૫૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૧૮૬.૮૫ અંક એટલે કે ૨.૦૩ ટકાની વધારાની સાથે ૯૩૮૩.૪૦ ના સ્તર પર બંધ થયા છે. આજે આઈટી, ફાઈનાન્સ સર્વિસ, ઑટો, પીએસયુ બેન્ક, મેટલ  અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૪.૦૯ ટકાના વધારાની સાથે ૧૯૬૩૪.૯૫ ના સ્તર પર બંધ થયા છે.

              જ્યારે એફએમસીજી અને ફાર્મા શેરોમાં ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં ઝિએન્ટરટેનમેન્ટ, એક્સિસ બેન્ક, એલએન્ડટી, અલ્ટ્રાટેક સિમેન્ટ, અદાણી પોર્ટ્સ અને આઈસીઆઈસીઆઈ બેન્ક ૮.૧૯-૪.૮૬ ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં નેસ્લે ઈન્ડિયા, સન ફાર્મા, ભારતી એરટેલ, બ્રિટાનિયા અને એચસીએલ ટેક ૦.૩૬-૫.૧૪ ટકા સુધી ઘટીને બંધ થયા છે. મિડકેપ શેરોમાં આરઈસી, કેનેરા બેન્ક, હુડકો, એન્જિનયર્સ ઈન્ડિયા અને પાવર ફાઈનાન્સ ૧૩.૧૦-૮.૬૫ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, એલએન્ડટી ટેક્નોલૉજી, જનરલ ઈનસ્યોરન્સ, ગુજરાત ગેસ ૩.૩૧-૧.૭૪ ટકા સુધી ઘટીને બંધ થયા છે. સ્મૉલકેપ શેરોમાં અરવિંદ, રાણે મદ્રાસ, અક્ષર કેમિકલ્સ, મહિન્દ્રા હોલિડે અને સ્કિપ્પર ૨૦-૧૮.૬૭ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં એબિક્ષકેસ વર્લ્ડ, ટીસીપીએલ પેકિંગ, સદભાવ એન્જિનયર્સ, પ્રેક્ષિસ હોમ રેટ અને ગાલા ગ્લોબલ પ્રોડક્ટ ૪.૯૯-૪.૪૩ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

(7:41 pm IST)