Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

" યહાં દેર હૈ અંધેર નહીં " : અમેરિકામાં ભારતીય મૂળના યુવાનનો હત્યારો 6 વર્ષે પકડાયો

વોશિંગટન : અમેરિકામાં લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગે 6 વર્ષ પહેલા ભારતીય મૂળના યુવાન 27 વર્ષીય મનપ્રિત સિંહની હત્યાના આરોપીને ઝડપી લીધો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ પંજાબના વતની મનપ્રીતની હત્યા 6 ઓગસ્ટ 2013 ના રોજ થઇ હતી.તે કેલિફોર્નિયામાં આવેલા એક ગેસ સ્ટેશનમાં કામ કરતો હતો.ત્યારે એક અજ્ઞાત હુમલાખોરે તેના ઉપર ગોળીબાર કરી હત્યા કરી હતી.જેના અનુસંધાને આટલા વર્ષોની તપાસ બાદ એફ.બી.આઈ એ 34 વર્ષીય આરોપી સીન ડોનોહો ની ધરપકડ કરી છે.

(11:17 am IST)