Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

ગુજરાતમાં ૧૫ મે બાદ હળવું થઈ શકે છે લોકડાઉન

રાજયના શહેરી વિસ્‍તારની મુખ્‍ય બજારો સવારનાં ૯ થી સાંજના ૫.૦૦ વાગ્‍યા સુધી જ ખુલવા દેવાશે, પરંતુ વેપારી અને ગ્રાહકોએ કોરોના ગાઇડલાઇન્‍સનું પાલન કરવું પડશે

નવી દિલ્‍હી, તા.૧૩: ગુજરાતમાં કોરોનાની સ્‍થિતિ સારી નથી પરંતુ લોકડાઉનને ખોલવા માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે જેમાં ૧૫મી મેથી રેડ, ગ્રીન. ઓરેન્‍જ ત્રણેય ઝોનમાં કેટલીક સેવાયો પૂર્વવત શરૂ થઈ શકે છે. આ માટે ગુજરાત સરકારે બ્‍લુપ્રિન્‍ટ તૈયાર કરી લીધી છે. જાણો ૧૫મી મે પછી શું શું ખુલી શકે છે.

આગામી ૧૫ મેથી રેડ, ઓરેન્‍જ અને ગ્રીન ઝોનમાં અલગ-અલગ પ્રકારનાં ચોક્કસ નિયંત્રણો અને હળવાશ સાથે લોકડાઉન ખુલશે. જેમાં રેડ અને ઓરેન્‍જ ઝોનમાં કેટલાક કલાક માટે જ દુકાનો ખોલવામાં આવી શકે છે. જેમાં શાકભાજી અને કરિયાણા સહિત કેટલાક અન્‍ય ધંધાઓને પણ છૂટ મળી શકે છે. આમ ગુજરાતના રેડ ઝોનમાં ચોક્કસ કલાક માટે જ લોક ડાઉન ખોલવાની વિચારણા ચાલી રહી છે.

શહેરોના ઓરેન્‍જ અને ગ્રીન ઝોન વાળા વિસ્‍તારમાં આખો દિવસ છૂટછાટ મળી શકે. ખાસ કરીને અમદાવાદ સહિતના શહેરોમાં જયાં કોરોના હોટસ્‍પોટ વિસ્‍તાર છે ત્‍યાં પણ આગામી બે દિવસના કેસોની સંખ્‍યાને આધારે ૨થી ૪ કલાક લોક ડાઉન હળવું કરવામાં આવી શકે છે. આ પ્રકારના શહેરોના ઓરેન્‍જ અને ગ્રીન ઝોન વાળા વિસ્‍તારમાં આખો દિવસ છૂટછાટ આપવામાં આવે, પરંતુ એ વિસ્‍તારની બહાર જવા અને ખાસ કરી હોટ સ્‍પોટ વિસ્‍તારમાં જવા પર પ્રતિબંધ મૂકી શકે છે.

રાજયના શહેરી વિસ્‍તારની મુખ્‍ય બજારો સવારનાં ૯ થી સાંજના ૫.૦૦ વાગ્‍યા સુધી જ ખુલવા દેવાશે. પરંતુ વેપારી અને ગ્રાહકોએ કોરોના ગાઇડલાઇન્‍સનું પાલન કરવું પડશે. શહેરી વિસ્‍તારોમાં અવર-જવર માટે અધિકૃત પાસની આવશ્‍યકતા નહીં રહે તેમજ ૩૩ ટકા સ્‍ટાફ સાથે ઓફિસો ખોલી શકાશે. ખાસ કરીને સ્‍કૂલ, મોલ્‍સ, સિનેમાગૃહ તેમજ ભીડવાળા ધાર્મિક સ્‍થળો હજુ પણ બંધ જ રાખવામાં આવી શકે છે. જો કે હોટેલ-રેસ્‍ટોરન્‍ટસ વગેરેને ઓનલાઇન પાર્સલ સુવિધા આપવાની છૂટ અપાશે.

(11:01 am IST)