Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

" ટ્રમ્પ ડેથ ક્લોક " : અમેરિકાના ટાઈમ સ્કેવર ઉપરની ઘડિયાળ : કોરોના વાઇરસ સામે યોગ્ય પગલાં લેવાયા હોત તો 48121 લોકોની જિંદગી બચાવી શકાત : પ્રેસિડન્ટ વિરુદ્ધ આક્રોશ ઠાલવવાનો નવતર પ્રયોગ

ન્યુયોર્ક : અમેરિકાના ન્યુયોર્કમાં ટાઈમ સ્કેવર ઉપર લગાવાયેલી ઘડિયાળ એવું દર્શાવે છે કે જો પ્રેસિડન્ટએ  કોરોના વાઇરસ સામે સમયસર યોગ્ય પગલાં લીધા હોત તો કુલ મૃત્યુના 60 ટકા એટલેકે 48121 લોકોની જિંદગી બચાવી શકાત
પ્રેસિડન્ટ સામે વિરોધ વ્યક્ત કરવાના આ પ્રયોગને  'ટ્રમ્પ ડેથ ક્લોક' નામ આપ્યું છે. બિલબોર્ડ લગાવનારાઓએ જણાવ્યું છે કે, આ બિલબોર્ડ એવા લોકોના મોતની ગણતરી કરી રહ્યું છે જેમને કોરોના વાયરસના સંક્રમણ બાદ જરૂરી પગલા લઈને તેમના જીવ બચાવી શકાયા હોત. તેને ફિલ્મ મેકર યૂઝીન જેર્કીએ ડિઝાઈન કર્યું છે.  
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસને કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા 83 હજારને પાર કરી ગઈ છે.

(10:56 am IST)