Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

WHOએ દાવો નકારી કાઢયો

કોરોનાથી તમને રક્ષણ નથી આપતુ ધૂમ્રપાન

નવી દિલ્હી તા. ૧૩ : ધૂમ્રપાન તમને કોરોના સંક્રમણથી નહી બચાવે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ એવા બધા રિપોર્ટોને રદીયો આપ્યો છે. જેમાં દાવો કરાયો હતો કે ધૂમ્રપાન કરવા અથવા નિકોટીનનો પ્રયોગ કરનારાઓને સંક્રમણનું જોખમ ઓછું હોય છે.

વૈજ્ઞાનિકોના લાંબા રિસર્ચ પછી 'હુ' એ સ્પષ્ટતા કરી છે કે કોરોના વાયરસ અને ધૂમ્રપાન બંને ફેફસા પર સીધો હુમલો કરે છે. તેનાથી શ્વાસ સંબંધી બિમારીઓ થાય છે અને જોખમ વધારે વધી જાય છે. ધૂમ્રપાનથી ફેફસા નબળા પડે છે અને વાયરસ સામે લડવાની તેની ક્ષમતા ખતમ થઇ જાય છે. આ સ્થિતિમાં કોરોના સંક્રમણ તેનો જીવ પણ લઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, હૃદયરોગ, શ્વાસનો રોગ, ડાયાબીટીસ અને કેન્સરમાં પણ ધૂમ્રપાન બહુ ખતરનાક બની શકે છે. એટલે લોકોએ ધૂમ્રપાનથી બચવું જોઇએ.

ફેફસામાં જાદુઇ તાકાત હોય છે જે ધૂમ્રપાનથી થયેલ કેટલુંક નુકસાન આપો આપ ઠીક કરી દે છે. જે લોકો ધૂમ્રપાન છોડી ચૂકયા હોય તેની ૪૦ ટકા કોશિકાઓ એવ લોકો જેવી થઇ જાય છે જે લોકો ધૂમ્રપાન નથી કરતા.

ધૂમ્રપાન છોડવાના ફાયદા

   વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, ધૂમ્રપાન છોડવાથી ૨૦ મીનીટમાં લોહીનું દબાણ ઘટે છે.

   ૧૨ કલાક પછી લોહીમાં કાર્બન મોનોકસાઇડના ઝેરીલા કણોનું સ્તર સામાન્ય થઇ જાય છે.

   બેથી ૧૨ અઠવાડિયામાં ફેફસાની કાર્યક્ષમતામાં બહુ ઝડપથી વધારો થાય છે.

         એકથી ત્રણ મહિનામાં ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી મુશ્કેલીઓ ઘટી જાય છે.

(10:30 am IST)