Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

130 કરોડ લોકોની તાકાત ધરાવતું ભારત જો નક્કી કરી તો દરેક સંકલ્પ સંભવ; અમિતભાઇ શાહ

તેનાથી દરેક વર્ગ શિક્ષીત થશે તથા દેશ આત્મનિર્ભર બનશે.

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાષ્ટ્રજોગ સંબોધન કરતા દેશને કોરોના સંકટમાંથી બહાર લાવવા 20 લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ જાહેર કર્યુ છે જેને ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ ટ્વીટ કરીને પેકેજને આવકાર્યું હતું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 130 કરોડ લોકોની તાકાત ધરાવતું ભારત જો નક્કી કરી તો દરેક સંકલ્પ સંભવ છે. મોદીજીના દુરદર્શી નેતૃત્વમાં હવે દરેક ભારતવાસીએ આ સંકલ્પ લેવો પડશે કે તે ક્યાંક રોકાયા વગર કે થાક્યા વગર ભારતને આત્મનિર્ભર બનાવવામાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, મોદી સરકારના દરેક નિર્ણયમાં દેશ અને દેશવાસીઓનું હિત કેન્દ્રમાં રહ્યું છે. મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે લગભગ 20 લાખ કરોડનું વિશેષ પેકેજ તેનું ઉદાહરણ છે. જેમાં દેશના ગરીબ, કિસાન, મધ્યમવર્ગ તથા વેપારી વર્ગના હિતમાં છે. તેનાથી દરેક વર્ગ શિક્ષીત થશે તથા દેશ આત્મનિર્ભર બનશે.

(11:47 pm IST)