Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રાજસ્થાનની સરકારી સ્કૂલોમાં રેડિયોના માધ્યમથી બાળકોને ભણાવશેઃ દૂરદર્શનનો પણ સમય માંગ્યો - દૂરદર્શનનો પણ ઉપયોગ થશેઃ પ્રસારણને શિક્ષા વાણી નામ અપાયું

જયપુરઃ કોરોનાના ભયને કારણ લોકડાઉન અને સોશલ ડિસ્ટેન્સીંગનો પૂરો ખ્યાલ સરકાર રાખી રહી છે. જેને લઇ શિક્ષા વિભાગ બાળકોને રેડિયો માધ્યમથી અભ્યાસ કરાવશે. શિક્ષા વિભાગએ પ્રદેશના લાખો બાળકોને રેડિયો માધ્યમથી ભણાવવાની શરૂઆત કરી છે.

આકાશવાણીએ શિક્ષા વિભાગને પપ મિનીટનો ફ્રી ટાઇમ સ્લોટ ફાળવ્યો છે. હવે રોજ બાળકો રેડિયોના માધ્યમથી અભ્યાસ કરશે. પ્રસારણને શિક્ષા વાણી નામ આપવામાં આવ્યું. શિક્ષા વિભાગ હવે રેડિયો સાથે દૂરદર્શનથી પણ અભ્યાસ કરાવવાની તૈયારીમાં લાગ્યું છે.

(12:00 am IST)