Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કતાર એરવેઝની મોટી ભેટ, દુનિયાના એક લાખ હેલ્થકેયર પ્રોફેશનલ્સને ફ્રી આપશે ર ફલાઇટ ટીકીટઃ સરાહનીય કદમ

નવી દિલ્લીઃ દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણ સતત કહેર વરસાવી રહ્યો છે. આનાથી નિપટવા માટે સરકાર પ્રયાસો કરી રહી છે પણ સ્વાસ્થ્ય કર્મી આના વિરૂધ્ધ પ્રથમ પંકિતમાં ઉભા છે તે ખુદની ચિંતા કર્યા વગર બીજાનો જીવ બચાવવા માટે કોવિડ-૧૯થી જંગ લડી રહ્યા છે.

વચ્ચે ૧ર મેના ઇંટરનેશનલ નર્સિઝ ડેના દિવસે દુનિયાભરના હેલ્થકેયર પ્રોફેશનલ્સને કતાર એરવેઝએ મોટી ભેટ આપી છે. એરલાઇંસએ એલાન કર્યું છે તે દુનિયાભરના એક લાખ હેલ્થકેયર પ્રોફેશનલ્સને ફ્રી ફલાઇટ ટીકીટ આપશે.

ટીકીટ આપવાની પ્રક્રિયા પારદર્શિતાપૂર્ણ રહે એટલા માટે દરેક દેશની જનસંખ્યાના હિસાબથી એને ટીકીટ આપવામાં આવશે. યાત્રાની અવધિ ૧૦ ડીસેમ્બર ર૦ર૦ સુધી થઇ શકે છે.

(12:00 am IST)