Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કંગાળ પાકિસ્તાન ડબ્બે પુરાયું :આકરી શરતો સાથે IMF નું 6 અબજ ડોલરનું બેલઆઉટ પેકેજ મળ્યું ;ઇમરાન નાખુશ

પાકિસ્તાનની પરિસ્થિતિ બદલશે કે નહીં તે કહેવું મુશ્કેલ

 

નવી દિલ્હી : આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મુદ્દા કોષ (IMF) તરફથી 6 અબજ ડોલર બેલઆઉટ પેકેજ મળી ગયું છે, પરંતુ ત્યારબાદ પણ પાકિસ્તાનની પરિસ્થિતિ બદલશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. IMF સાથે ત્રણ મહિના સુધી કરવામાં આવેલી વાતચીત બાદ પાકિસ્તાનને મદદ તો મળી ગઈ છે. પરંતુ, વખતે IMF કડક માપદંડ સાથે પાકિસ્તાનની મદદ કરી છે. તમને જણાવી દઈએ કે, 22મી વખત છે, જ્યારે પાકિસ્તાનની પરિસ્થિતિ આટલી વધુ ખરાબ થઈ કે તેણે IMFની શરણમાં જવા મજબૂર થવું પડ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, IMFની પેકેજ આપવાની શરતોથી પાકિસ્તાન પ્રધાનમંત્રી ઈમરાન ખાન નાખુશ છે. વિશેષજ્ઞો અનુસાર, પાવર ટેરિફમાં વધારો, ટેક્સ છૂટ ખતમ કરવા જેવી શરતોના કારણે પાકિસ્તાનના મધ્યમવર્ગ અને ગરીબવર્ગ પર જરૂરતથી વધારે બોઝો પડશે, જેના કારણે ઈમરાન ખાનની પાર્ટી તહરીક--ઈન્સાફની લોકપ્રિયતા ખતમ થઈ શકે

(1:18 am IST)