Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

બ્રિટનના રિચ લિસ્ટમાં હિંદુજા બંધુ એકધારા ત્રીજીવાર ટોચના સ્થાને :સંપત્તિ વધીને 22 અરબ પાઉન્ડે પહોંચી

જિમ રેટક્લિફ સરકીને ત્રીજા સ્થાન પર પહોંચી ગયા

 

નવી દિલ્હી :અરબપતિ હિંદુજા બંધુઓ સતત ત્રીજીવાર બ્રિટનના સૌથી વધુ ધનિક લોકો તરીકે જાહેર કરાયા છે સંડે ટાઇમ્સ મુજબ રિચ લિસ્ટ દ્વારા જાણકારી મળી છે. બીબીઈ યાદીને ટાંકીને કહ્યું કે શ્રી ગોપી હિંદુજાની સંપત્તિ ગત વર્ષે 1.356 અરબ પાઉન્ડ (1.7 અરબ ડોલર)થી વધીને 22 અરબ પાઉન્ડ થઇ ગઇ છે.

   હિંદુજા ગ્રુપની સ્થાપના મુંબઇમાં 1914માં થઇ અને હવે તેમના ઓઇલ તથા ગેસ, બેકિંગ, આઇટી તથા સંપત્તિમાં દુનિયાભરમાં બિઝનેસ છે. બ્રિટિશ નાગરિક શ્રી (83) તથા ગોપી (79) લંડનમાં રહે છે અને ચાર ભાઇઓમાંથી બે બિઝનેસ કંટ્રોલ કરે છે. બંને ભાઇ નિકાસ વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે 1979માં લંડન જતા રહ્યા હતા.

   ત્રીજા ભાઇ પ્રકાશ જિનેવા, સ્વિત્ઝરલેંડમાં ગ્રુપના ફાન્સાસિયલ મેનેજમેન્ટ સંભાળે છે, જ્યારે સૌથી નાના અશોક ભારતીય હિતોની દેખરેખ કરે છે. તેમના સ્વામિત્વવાળી સંપત્તિઓમાં વ્હાઇટહોલમાં ઓલ્ડ વોર ઓફિસમાં સામેલ છે, જેને લઇને તેમની યોજના લક્સરી હોટલના રૂપમાં ફરીથી ખોલશે

  બંને ભાઇઓએ 2014 તથા 2017માં સમાચારોની યાદીમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સંડે ટાઇમ્સના અનુસાર યાદીમાં બ્રિટનના 1,000 અમીર લોકોનું આકલન કરે છે. ભૂમિ, સંપત્તિ, બીજી સંપત્તિઓ જેવા કલા તથા કંપનીઓમાં શેર સહિત ઓળખવાળા નાણા પર આધારિત છે. તેમાં બેંક ખાતાઓની રકમ સામેલ નથી

   યાદીમાં ગત વર્ષે ટોચના સ્થાન પર રહેનાર કેમિકલ કંપનીના સંસ્થાપક જિમ રેટક્લિફ સરકીને ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે. તેમની કુલ સંપત્તિ ગત વર્ષથી અત્યાર સુધી 2.9 અરબ પાઉન્ડનો ઘટાડો આવ્યો છે.

(12:44 am IST)