Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

યુપીમાં પ્રિસાઇડીંગ ઓફિસરને માર મારવા બદલ ભાજપ ધારાસભ્ય સહીત ત્રણ વિરુદ્ધ ગુન્હો દાખલ

બૂથમાં ધુસીને અધિકારીને માર માર્યો :ભદોહી લોકસભા માટે વિસ્તારના બુથ ન 359માં બનાવ

 

દોહી (ઉત્તરપ્રદેશ): મતદાન સમયે ચૂંટણી અધિકારીને માર મારવા બદલ ભાજપના નેતા સામે ગુનો દાખલ કરાયો છે

આ અંગે જાણવા મળ્યા મુજબ ભાજપનાં ધારાસભ્ય દિનાનાથ ભાસ્કરએ ઉત્તરપ્રદેશના ભદોહી લોકસભા મત વિસ્તારમાં આવેલા ઉરાઇ વિધાનસભા મતક્ષેત્રમાં બુથ નંબર 359માં પ્રિસાઇડીંગ ઓફિસરને માર માર્યો હતો.

    ભદોહી લોકસભા બેઠક માટે છઠ્ઠા તબક્કામાં રવિવારે મતદાન યોજાયુ હતું.

   પોલીસે જણાવ્યું કે, ધારાસભ્ય દિનાનાથ અને તેના અન્ય ત્રણ સાથીએ પ્રિસાડીંગ ઓફિસરને માર માર્યો હતો

   આ બૂથ પર મતદાન ધીમુ ચાલી રહ્યુ હતુ એ બાબતે તેમને ગુસ્સો આવ્યો હતો અને બુથમાં ઘુસીને ચૂંટણી ફરજ દરમિયાન સંકળાયેલા અધિકારીઓને માર માર્યો હતો. આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે,

(10:34 pm IST)